Tuesday, 01/07/2025
Dark Mode

ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા તાલુકાના દુધિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો

March 1, 2023
        666
ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા તાલુકાના દુધિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો

રાજેશ વસાવે દાહોદ 

ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા તાલુકાના દુધિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો
૦૦૦
પ્રધાનમંત્રીશ્રીના ટીબીમુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત આજ રોજ લીમખેડા તાલુકાના દુધિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ અને જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ કરવામાં આવી હતી.
આ મીટીંગમાં કુલ ૩૫ ટીબીના દર્દીઓ હાજર રહેલ હતા તથા ૨૧ ડોટ્સ પ્રોવાઇડર હાજર રહેલ હતા. આ મીટિંગ માં જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ ભાર્ગવ ચાવડા, ડૉ આશા પટેલ, તાલુકા ટીબી સુપરવાઈઝર, આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો.
આ મીટિંગમાં દર્દીઓને દવા નિયમિત લેવાની, સમય સર ગળફાની તપાસ કરાવવી જ્યારે જ્યારે આવતી હોય ત્યારે, દવાની આડઅસર વિષે સમજાવવામાં આવ્યું હતું. સારવાર દરમ્યાન શું શું ખોરાક લેવો તેનાં વિશે માહીતિ આપવામાં આવી હતી. ગુજરાત સરકારની વૈદકીય સહાય યોજના વિશે માહીતિ આપવામાં આવી, દર્દીના ધરમાં અન્ય સભ્યો ને એક દિવસની પણ ખાસી આવતી હોય તો તાત્કાલિક તપાસ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
તદ્દઉપરાંત, દર્દીના ઘરમાં ૦-૬ વર્ષનું બાળક સાથે રહેતું હોય તો તેને પણ આઇ.એન. એચ નામની દવા બાળકના વજન પ્રમાણે કુલ ૬ મહીના સુધી બાળકને આપવાની થાય છે જેથી કરીને બાળકને ટીબીનો ચેપ ન લાગે, દર્દીએ ખાસી ખાતી વખતે મોં ઉપર રૂમાલ અવશ્ય રાખવો ડોટ્સ પ્રોવાઈડરને કોઈ તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું.
જો ટીબીનો દર્દી ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી સાથે સારવાર લેતો હોય તો તેના ઘર ના અન્ય સભ્યોને ૩ આર એચ નામની ટેબલેટ ૩ મહીના સુધી લેવા માટે સમજાવવામાં આવ્યુ જેથી કરી ને ઘરના અન્ય સભ્યોને પણ ટીબી નો ચેપ ન લાગે તેની સમજ આપવામાં આવી હતી.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!