
દાહોદ તાલુકાના ટીમરડા ગામે વાસનાના ભૂખ્યા નરાધમે 16 વર્ષીય સગીરાને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું…
મામાંના ઘરે લગ્નમાં આવેલી સગીરાને નરાધમે ફોસલાવી ખેતરમાં લઇ ગયો હતો.
દાહોદ તા.13
દાહોદ તાલુકાના એક ગામે એક 16 વર્ષીય સગીરાને એક યુવક રાત્રિના સમયે ખેતરમાં લઈ ગયો હતો.ખેતરમાં તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજારતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.11મી ફેબ્રુઆરીના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરા ટીમરડા ગામે આવેલા પોતાના મામાને ઘરે લગ્ન પ્રસંગમાં ગઈ હતી.ત્યાં લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ પોતાના મામાના ઘરે ઉંઘવા જતી હતી. તે સમયે દાહોદ તાલુકાના હિમાલા ગામે પટેલ ફળિયામાં રહેતો નીલેશભાઈ લોબાનભાઈ ભાભોર સગીરા પાસે આવ્યો હતો.અને સગીરાને પટાવી ફોસલાવી નજીકમાં આવેલ ખેતર તરફ લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ.ત્યારબાદ ખેતરમાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં સગીરાએ પોતાના પરિવારજનોને પોતાની આપવીતીની જાણ કરતાં પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનો સગીરાને લઈ કતવારા પોલીસ મથકે લાવતાં આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.