મધ્યપ્રદેશના પીથમપુરથી અમદાવાદ ખાતે એમ્બ્યુલન્સનો કાફલો રવાના કરાયો:550 થી વધુ તબક્કાવાર જતી એમ્બ્યુલન્સના કાફલાએ દાહોદ નજીક કર્યું રોકાણ

Editor Dahod Live
2 Min Read

 જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર 

  • મધ્યપ્રદેશના પીથમપુરથી અમદાવાદ ખાતે એમ્બ્યુલન્સનો કાફલા કરાયો રવાના
  • ગુજરાત રાજ્યમાં વધતા કોરાના સક્રમણના કેસોના પગલે દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે નવીન એમ્બ્યુલન્સનો કાફલો રવાના કરાયો 
  • મધ્યપ્રદેશના પિથમપુરથી આવતી એમ્બ્યુલેન્સ દાહોદ નજીક હોટલ પર રોકાણ આવતી કાલે દાહોદથી અમદાવાદ એમ્બ્યુલન્સનો કાફલો પહોંચશે 
  • કોરાના દર્દીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ નવીન એમ્બ્યુલન્સ ગુજરાત માટે રવાના કરાઈ
  • ગુજરાતમાં નવીન 550 થી વધુ એમ્બ્યુલન્સ સુવિધાઓથી સજ્જ બે દિવસમાં અમદાવાદ ખાતે પહોંચશે
  • મધ્યપ્રદેશના પીથમપુરથી અમદાવાદ જતી નવી એમ્બ્યુલેન્સનો કાફલાએ દાહોદના સરસ્વતી હોટલ પર કર્યું રોકાણ

દાહોદ તા.25

સમગ્ર દેશભર સહીત ગુજરાતમાં હાલ જ્યારે કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે.જેમાં વધતા કેસોની સાથે સાથે કોરોનાંથી થતી મૃત્યુના આંકડાઓ પણ ચિંતાજનક રીતે વધવા પામ્યા છે.ત્યારે હાલ વધતા કોરોનાંના કેસોની સાથે એમ્બ્યુલન્સની ગુજરાતમાં માંગ વધવા પામી છે.જેને લઈ સરકારે ગુજરાત માટે 550 નવી એમ્બ્યુલન્સ ફાળવી છે.આ એમ્બ્યુલન્સ દરેક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી છે.જેથી કોવિડના દર્દીઓને સરળતાથી અને સારી સારવાર મળી રહેશે. મધ્યપ્રદેશના પીથમપુરથી અમદાવાદ ખાતે જતી નવીન એમ્બયુલેન્સના ચાલકોએ દાહોદ નજીક સરસ્વતી હોટલ પર રોકાણ કર્યું છે. આ એમ્બ્યુલન્સનો કાફલો અંમદાવાદ ખાતે સોંપી પરત પીથમપુર પહોંચી જશે અને પરત બીજી એમ્બ્યુલેન્સનો જથ્થો અમદાવાદ ખાતે લઇ જવા નીકળી જશે.આમ સરેરાશ 550 થી વધુ એમ્બ્યુલન્સનો કાફલો આવી કપરી પરિસ્થિતીમાં દર્દીઓ માટે  અમદાવાદ લાવવામાં આવશે.આજે ફેરો છે.જે સવારે એમ્બ્યુલન્સના કાફલાને  ડીલરને સોંપી ગુજરાત સરકર દ્વારા નક્કી કરેલ જ્યાં અછત હશે. ત્યાં આ સુવિધાથી સુસજજ એમ્બ્યુલન્સમાં દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે આશયથી ગુજરાતના ખૂણે ખૂણે મોકલવામાં આવશે એવું જાણવા મળેલ છે.

Share This Article