
દાહોદમાં નાગરિકોને વ્યાજખોરીના વિષ ચક્રમાંથી બહાર કાઢવા તેમજ આર્થિક સહાય પુરી પાડવા વિવિધ બેંકો મારફતે પોલીસ લોન મેળો યોજશે
દાહોદ તા.06
દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મિણાના જણાવ્યા અનુસાર વિવિધ સરકારી વિભાગો બેંકો સાથે બેઠક કરી નાગરિકોને પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા બેન્કો મારફતે ખૂબ જ ઓછા વ્યાજના દરે ધિરાણ ઉપરાંત સબસીડી પણ આપવામાં આવે છે જરૂરિયાતમંદ પ્રજાને કેટલાક કિસ્સામાં આ પ્રકારની લોન ક્યાંથી મેળવવી તેના જ્ઞાનના અભાવે આવા વ્યાજખોરોની જાળમાં ફસાઈ જતા હોય છે આ પરિસ્થિતિનું નિર્માણ ટાળવા રાષ્ટ્રીયકૃત બેંકો શિડ્યુલ બેંકો સહકારી બેંકો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિ ગુજરાત સ્ટેટ લાઈવ હુડ પ્રમોશન લિમિટેડ વિગેરેના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન ધિરાણ મળી શકે તે અંગેનું આયોજન કરવા માટે બરાબર કરી સંબંધીત વિભાગો સાથે મળી આગામી ટૂંક સમયમાં દાહોદ જિલ્લાના નાગરિકો માટે ધિરાણ કેમ્પ તેમજ અલગ અલગ વિભાગોના સ્ટોર સાથે તમામ યોજનાઓનું માર્ગદર્શન માટે દાહોદ ખાતે લોન મેળાનો આયોજન કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપી હતી.