
જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ.. દાહોદ જિલ્લામાં ૨૦૧૪ પ્રાથમીક શાળાઓ જર્જરીત હાલતમાં:કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરવા તૈયાર નથી
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લા પંચાયતની જિલ્લા પંચાતના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે સામાન્ય સભા મળી હતી જેમાં ત્રણેય મહત્વના મુદ્દા ચર્ચાયા હતાં. એકદંરે શાંતિપુર્ણ માહૌલમાં સામાન્ય સભા સમ્પન્ન થઈ હતી. અગાઉના પ્રશ્નોના જવાબો આપી દીધાં હતાં. સામાન્ય સભામાં જિલ્લામાં જર્જરીત હાલના ઓરડા, એચ. ટાટના આચાર્યના સંઘને માન્યતા આપવા મામલે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયત ભવનમાં મળી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી દરમ્યાન સભ્યોએ સવાલ, જવાબ કર્યા હતા પરંતુ મોટા ભાગના પ્રશ્નોના જવાબ અગાઉથી સભ્યોને આપી દીધાં હતાં. સભામાં વિવિધ સમીતીની બેઠકની કામગીરીની બહાલીનો મુદ્દો સભામાં લેવાયો હતો. આ દરમ્યાન ચોંકાવનારી વિગત સામે આવી હતી જેમાં જિલ્લામાં ૨૦૧૪ પ્રાથમીક શાળાના ઓરડાઓ જર્જરીત છે જેનું ટેન્ડરીંગ કરી દેવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૨૨થી આ ઓરડા માટે ટેન્ડરીંગ કરવામાં આવે છે પરંતુ આ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર આજદિન સુધી ભરવા તૈયાર થયું નથી જેથી જર્જરીત ઓરડાઓ ક્યારે નવા બનશે તે હાલ કહી શકાય તેમ નથી. ક્યાં કારણોસર કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી તેના વિશે અનેક પ્રશ્નાર્થાે સર્જાયા છે. સરકારે નક્કી કર્યા મુજબ માત્ર એક કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરેલ તો પણ તેને પાસ કર્યાની નિતી આવ્યાં છતાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરવા તૈયાર ન ભરવા તૈયાર થતું હોવાનું જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. આ બાબતની ગંભીર નોંધ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યોએ લીધી હતી. આટલા મોટી સંખ્યામાં ઓરડા ક્યારે બનશે અને જિલ્લાના ગરીબ આદિવાસીઓને તેનો લાભ ક્યારે મળશે તે કહેવું હાલ અશક્ય છે. સભામાં બીજાે મહત્વનો મુદ્દો એ હતો કે, એચ. ટાટ આચાર્યના સંઘને માન્યતા આપવામાં આવે પરંતુ આ માન્યતા રાખવાનો મુદ્દો હાલ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે તેના માટે કોઈ કમીટી બનાવીને પછીથી નિર્ણય લેવાશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જેથી હાલ સુચીત એચ. ટાટ સંઘને માન્યતા નહીં મળશે તે નિશ્ચિત થઈ ચુક્યું છે.