
એ કાઈપો છે… દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ ઉત્તરાયણ પર્વની હર્ષાેઉલ્લાસ સાથે ઉજવણી કરી
દાહોદ વાસીઓએ ફાફડા જલેબી ઊંધિયાની જીયાફત વચ્ચે પતંગો જોડે આકાશી યુદ્ધની મજા માણી..
દાહોદ તા.૧૬
દાહોદ શહેર સહિત જિલ્લામાં લોકોએ ઉત્તરાયણ પર્વની ધામધુમ પુર્વક અને હર્ષાેઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. કાઈપ્યો છે.. કાઈપ્યો છે.. ના અવાજથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લોકોએ ઉંધીયું, ફાફડા, જલેબીની મીજબાણી માણી હતી ત્યારે દાહોદ વિધાનસભાના નવા ધારાસભ્યએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાનપુણ્ય કરી તેમજ ગરીબ લોકોને ભોજન કરાવી લોકોની વચ્ચે રહી પતંગ ઉડાડી ઉજવણી કરી હતી.
મકરસંક્રાતિ પર્વની દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ ઉમંગભેર ઉજવણી કરી હતી. મકરસંક્રાતિના દિવસે પવન સારો હોઈ પતંગ રસીયાઓને પતંગ ઉડાવાની મજા પડી હતી. સવારથી લોકો પોત પોતાના ધાબા પર ચઢી પતંગ ઉડાવી હતી. ઉંધીયું, જલેબી, ફાફડાની લોકોએ મીજબાની માણી હતી. કાઈપ્યો છે.. કાઈપ્યો છે.. ના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પવન સારો હોવાને કારણએ પતંગ રસીયાઓને પતંગ ચગાવવામાં મજા પડી હતી. ઠંડીના ચમકારા વચ્ચે પતંગ રસીયાઓએ પતંગ ઉડાવવાની મજા માણી હતી. મકરસંક્રાતિ પર્વ એ દાન પુણ્યનો દિવસ હોય લોકોએ ગાયને ઘાસ ચારો સહિત અન્ન ઘવડાવી ગરીબ લોકોને ખાવાનું ખવડાવી અને દાન પુણ્ય કરી ધન્યતા અનુભવી હતી ત્યારે બીજી તરફ દાહોદ વિધાનસભાના ભાજપના નવા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ મંદિર ખાતે મકરસંક્રાતિ પર્વના દિવસે પુજા અર્ચના કરી હતી ત્યાર બાદ દાહોદની ગૌશાળાએ જઈ ગાયોને ઘાસચારો સહિત અન્ન ખવડાવ્યું હતું. કનૈયાલાલ કિશોરી દાહોદની ઝાયડસ હોસ્પિટલ પણ પહોંચ્યાં હતાં જ્યાં દર્દીઓને ભોજન પુરૂં પાડ્યું હતું ત્યાર બાદ તેઓ દાહોદ શહેરની જનતા વચ્ચે જઈ પતંગ ઉડાડી હતી તેઓની સાથે દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ સહિત અન્ય કર્મચારીઓ પણ હાજર રહ્યાં હતાં.