
દાહોદ એલસીબી પોલીસે પોકેટકોપના માધ્યમથી અનડિટેક્ટ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો: ચોરીની બે મોટરસાયકલો સાથે બે યુવકોની અટકાયત કરાઈ..
દાહોદ તા.14
દાહોદ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે જુદી જુદી જગ્યાએ બનેલા બાઇક ચોરીના અન ડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ ચોરીની મોટરસાયકલ સાથે બે બાઈક ચોરોને ઝડપી જેલ ભેગો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં અનડિટેકટ ગુનાઓનો ભેદ ઉકેલવા દાહોદ એલસીબી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દેવગઢ બારીયાના જામરાસીયા ચોકડી પર નીકળી હતી તે દરમિયાન વગર નંબરની હોન્ડા મોટરસાયકલ લઈ આવી રહેલા યુવક શંકાસ્પદ લગતા પોલીસે તેને રોકી બાઈક ના દસ્તાવેજો માંગતા તે ઉપલબ્ધ કરાવી શક્યો નહોતો ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તે દેવગઢબારિયા તાલુકાના ભડભા નિશાળ ફળિયાનો રહેવાસી અલ્કેશ સનાભાઇ પટેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ તેને સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરીની ઘટનાને અંજામ આપવાની કબુલાત કરી હતી ત્યારબાદ પોલીસે પોકેટકોપની મદદથી ખરાઈ કરતા તેનો નંબર Gj-20–AJ-0580 હોવાનું તેમજ સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ દાખલ થઈ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. ત્યારબાદ એલસીબી પોલીસે ચોરીની બાઈક સાથે અલ્કેશભાઈ સનાભાઇ પટેલની અટકાત કરી જેલ ભેગો કર્યો હતો.
બાઈક ચોરીના બીજા બનાવમાં દાહોદ એલસીબી પોલીસ દાહોદ તાલુકાના કતવારા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વોશમાં ઉભી હતી તે સમયે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનો બોચાસણ રેલવે સ્ટેશન ફળિયાનો રહેવાસી દિલીપ અમરાભાઇ લુહાર તેમજ દાહોદ તાલુકાના દસલા વિશ્રામિયા ફળિયા નો દિલીપ બધુ ભાઈ પરમાર વગર નંબરની r15 મોટરસાયકલ લઈને દાહોદ તરફ આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં વોચમાં ઉભેલી એલસીબી પોલીસે તેઓને રોકી મોટરસાયકલ ના દસ્તાવેજો તેમજ પુરાવો માંગતા ઉપરોક્ત બંને યુવકો પુરાવા ઉપલબ્ધ ન કરાવતા એલસીબી પોલીસે પોકેટકોપના માધ્યમથી તપાસ હાથ ધરતા આ મોટરસાયકલ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના અરવલ્લીયાના બરોડિયાના ગણપતભાઈ રૂપાભાઈ ખમીરની હોવાનું તેમજ કલીન્દ્રા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ દાખલ થઈ હોવાનું સામે આવતા પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે ઉપરોક્ત બંને યુવકોની અટકાયત કરી જેલ ભેગો કર્યો હતો.