
દાહોદ એલસીબી પોલીસે ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા બે વેપારીઓની અટકાયત કરી..
દાહોદ તા.14
ઉત્તરાયણ પર્વ દરમિયાન દાહોદ એલસીબી પોલીસે બે જુદી જુદી જગ્યાએથી ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા બે વેપારીઓની અટકાયત કરી છે. Lએલસીબી પોલીસે બંને વેપારીઓ પાસેથી 15500 રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા ઝાલોદ રોડ પર પ્રગતિ સ્કૂલ ની સામે રાજેશ કાલિદાસ ભાટીયા કાવ્યા પતંગ ભંડાર નામક દુકાનમાં પ્રતિબિંબિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરી રહ્યા હતા તે સમયે એલસીબી પોલીસે દુકાનમાં તલાસી લેતા દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની 30 રીલો મળી 4610 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી રાજેશ કાલિદાસ ભાટીયા ની અટકાયત કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
એલસીબી પોલીસે બીજા બનાવમાં ઝાલોદ નગરના વડ બજારમાં વિરલ ચંદ્રકાંત ચૌહાણ પોતાની દુકાનમાં ચાઈનીઝ દોરી નું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે બાકીના આધારે દુકાનમાં ચેકિંગ હાથ ધરતા એલસીબી પોલીસે વિરલ ચંદ્રકાંત ચૌહાણને પ્રતિબિંબની ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા ઝડપી પાડ્યો હતો. પોલીસે તલાસી દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની 33 રીલો મળી 9900 નો મુદ્દા માલ કબજે કરી વિરલ ચંદ્રકાંત ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.