
શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ..
દાહોદ તા.12
ગુર્જર ભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીકૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ, દાહોદમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે, રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રા.પર્વત સંગોડ ના અધ્યક્ષ સ્થાનેથી યુવા દિવસ નિમિત્તે સર્વેને આવકારી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. ઇતિહાસ વિષયના અધ્યાપકશ્રી ચંદ્રસિંહ પરમાર દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના કાર્યો વિશે પ્રકાશ પાડ્યો હતો. કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહી, સ્વામીજીના જીવન, મૂલ્યો અને કાર્યો વિશે માહિતગાર થયા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર વિધિ સમાજશાસ્ત્રના પ્રા. અનિલ ભુરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.