
બાબુ સોલંકી :- સુખસર
મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી 20,000 રૂપિયાની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં રંગે હાથ ઝડપાયા.
ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ તા.લુણાવાડા ખાતે નિમણૂંક પામેલ શિક્ષિકાને એમ્પ્લોય નંબર આપવા 20 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
લુણાવાડા એ.સી.બી દ્વારા છટકું ગોઠવી લાંચિયા અધિકારીને રંગે હાથ ઝડપી લાંચના નાણાં રિકવર કરાયા.
સુખસર,તા.9
આ કામના ફરિયાદી શ્રી ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ તાલુકો. લુણાવાડા,જીલ્લો.મહીસાગર ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય જેઓની સ્કૂલમાં નવી નિમણૂક પામેલ શિક્ષિકા શ્વેતાબેન ધીરુભાઈ હાજર થતા તેઓના એમ્પ્લોય નંબર મેળવવા માટે તેઓ તરફથી કરવાની કાર્યવાહી કરી જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગરના ઓની કચેરીએ મોકલી આપેલ હતી.તેમ છતાં હાજર થયેલ શિક્ષિકાનો એમ્પ્લોય નંબર નહીં ફળવાતા આ કામના ફરિયાદી તારીખ 5/1/ 2023 ના રોજ આક્ષેપિતની કચેરીએ શ્વેતાબેનના એમ્પ્લોય નંબર બાબતે ખાતરી કરવા ગયેલા. ત્યાં જઈ આક્ષેપિતને મળતા આક્ષેપિતે શ્વેતાબેનના એમ્પ્લોય નંબરની પ્રોસેસ કરવા સારું ₹20,000 ની માંગણી કરેલી.જે અંગે આ કામના ફરિયાદીએ શિક્ષિકા શ્વેતાબેનને વાત કરતા શ્વેતાબેન લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી આ કામના ફરિયાદી સાથે મહીસાગર એ.સી.બી પોલીસ સ્ટેશન લુણાવાડા ખાતે આવી ફરિયાદ જાહેર કરતા,ફરિયાદીની ફરિયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹20,000 ની માંગણી કરી,સ્વીકારી પકડાઈ જઈ ગુનો કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત ફરિયાદ એ.સી.બી.માં એક જાગૃત નાગરિકે આપી હતી.અને તેના આરોપી પ્રકાશભાઈ નટવરલાલ મોદી,જિલ્લા શિક્ષણાધિકારી, તા. લુણાવાડા જી.મહીસાગર-લુણાવાડા વર્ગ-1,મૂળ રહે.ઘર નંબર.3 વેદ કુટીર રેસીડેન્સી,નવા નરોડા,અમદાવાદ. જ્યારે હાલ રહે.નાના સોનેલા પંકજભાઈ ત્રિવેદીના મકાનમાં,તાલુકો. લુણાવાડા,જીલ્લો.મહીસાગર ખાતે રહેતા હોવાનું જાણવા મળે છે.અને ગુનાની જગ્યા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરી,મહીસાગર-લુણાવાડા હોવાનું જાણવા મળે છે.એ.સી.બી છટકાનું સફળ ટ્રેકિંગ કરનાર અધિકારી એમ.એમ.તેજોત,પોલીસ ઇન્સ્પેક્ટર, મહીસાગર એ.સી.બી પોલીસ સ્ટેશન, લુણાવાડા તથા ટીમ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.તેમ જ સુપરવિઝન અધિકારી તરીકે બી.એમ. પટેલ,મદદનીશ નિયામક,એ.સી.બી પંચમહાલ એકમ ગોધરાનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.