દાહોદના રહેણાંક વિસ્તારમાં નેચર એન નેચર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા પતંગના દોરામાં ફસાયેલી સમડીનું રેસ્ક્યુ હાથ ધર્યું.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ 

 

દાહોદના રહેણાંક વિસ્તારમાં નેચર એન નેચર ફાઉન્ડેશન દ્વારા પતંગના દોરામાં ફસાયેલી સમડીનું રેસ્ક્યુ હાથ ધર્યું.

 

નેચર એન નેચર ફાઉન્ડેશનના સભ્યે શહેરના રહેણાંક વિસ્તારમાંથી પતંગ ના દોરામાં ફસાયેલી સમડીનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.

 

દાહોદ શહેરના દુધીવાળા શેરીમાં પતંગ ના દોરામાં શિકારી સમડી ફસાઈ જતા આસપાસના સ્થાનિકો દ્વારા સમડીને પતંગ ના દોરામાંથી મુક્ત કરવા પ્રયાસ હાથ ભર્યા હતા પરંતુ પતંગ ના દોરામાં એગ્રેસીવ થયેલી સમડી વારંવાર સ્થાનિક ઉપર હુમલો કરતા દુધી વાળી ના શેરીના હાતિમ પારાવાળા નામક ઈસમે નેચર એન નેચર ફાઉન્ડેશનના જુજર બોરીવાળાને ટેલીફોનિક જાણ કરતા જૂજર બોરીવાલાએ સ્થળ પર પહોંચી પતંગ ના દોરામાં ફસાયેલી શિકારી સમડીને રેસ્ક્યુ કરી મુક્ત કરી છોડી મૂકવામાં આવી હતી.

Share This Article