દાહોદ નગરપાલિકાએ ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને શહેરમાં બ્રિજ થાંભલા પર તાર બાંધવાની કામગીરી શરૂ કરાઈ…

Editor Dahod Live
1 Min Read

દાહોદ નગરપાલિકાએ ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને શહેરમાં બ્રિજ થાંભલા પર તાર બાંધવાની કામગીરી શરૂ કરાઈ…

દાહોદ તા.૦૩

ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે દાહોદ શહેર સહિત જિલ્લામાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા પતંગના દોરાથી કોઈને નુકસાન ન થાય, અકસ્માત ન સર્જાય અને ઈજા ન થાય તેવા હેતુ સાથે દાહોદ શહેરમાં બ્રીજ, થાંભલા ઉપર તાર બાંધવાની કામગીરી શરૂં કરવામાં આવી છે.

ઉત્તરાયણ પર્વ ગુજરાતના લોકો અનેરો તહેવાર છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે ત્યારે ભુતકાળમાં પતંગના દોરાથી શહેરના લોકોને નાની મોટી ઈજાઓ સહિત ગતવર્ષે એક યુવનનું પતંગના દોરાથી ગળું પણ કપાયું હતું ત્યારે પતંગના દોરાથી અકસ્માત ન સર્જાય અને લોકોને કોઈ ઈજા ન પહોંચે તે માટે દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરમાં આવેલ બ્રીજ, થાંભલા વિગેરે જેવા ઉંચાઈવાળા સ્થળોએ તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વના દિવસે દાહોદ શહેરમાં ઘણા પતંગ રસીયાઓ રસ્તાની વચ્ચે આવી પતંગ પણ ચગાવતાં હોય છે જેને પગલે રસ્તા પરથી પસાર થતાં લોકોને પણ જીવને જાેખમમાં મુકાય તેવી શક્યાઓ રહેલી છે.ત્યારે દાહોદ સંલગ્ન તંત્ર દ્વારા રસ્તા પર પતંગ ચગાવતા પતંગ રસીયાઓ સામે અભિયાન સહિત કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે.

—————————–

Share This Article