
કોરોનાની સંભવિત ખતરા વચ્ચે દાહોદ જિલ્લાની શાળાઓમાં માસ ફરજિયાત પહેરવા શિક્ષણાધિકારીનો આદેશ…
દાહોદ તા.29
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સલામતીના ભાગરૂપે નોડલ શિક્ષક અને આર્ચાયની ટીમ બનાવી શાળા સંચાલકોને મોનીટરીંગ કરવા સુચના આપવામાં આવી છે.શાળાઓમા માસ્ક ફરજીયાત કરી દેવામા આવ્યા છે.
ચીન સહીત અન્ય દેશોમાં કોરોના સંક્રમણ ફેલાતા ભારત દેશમાં પણ આરોગ્ય તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોના સંક્રમણ ના ફેલાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓ ભોગ ન બને તે માટે સરકાર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે જેની તકેદારીના ભાગ રૂપે આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલા લઈ રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ગંભીરતા દાખવી દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં પરિપત્ર પાઠવી દેવામા આવ્યો છે.
નોડલ અને આચાર્યોની ટીમો નિરીક્ષણ કરશે તે પરિપત્ર પ્રમાણે વિદ્યાર્થી, શિક્ષકો, આર્ચાયો તેમજ સ્ટાફ મિત્રો સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક ફરજીયાત પહેરીને આવવા સૂચના આપવામા આવી છે. સેનીટાઈઝરનો ઉપયોગ કરવા પણ જણાવવામા આવ્યુ છે. નોડલ શિક્ષક અને આર્ચાયની ટીમો બનાવી તેના દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે તેવી તાકીદ કરવામા આવી છે.