
રાજેન્દ્ર શર્મા :- ગ્રુપ એડિટર..
દાહોદ તાલુકાના જાલત નજીક ઇન્દોર-અમદાવાદ હાઈવે પર મુસાફરો ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી ખાધી: 17 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત..
ઇન્દોરથી અમદાવાદ જતી ખાનગી બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા
ઇજાગ્રસ્ત મુસાફરોને 108 ની મદદથી ઝાયડ્સ હોસ્પિટલ ખસેડાયા..
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો:પલટી મારેલી ખાનગી બસ ને ટ્રેન મારફતે ઊભી કરી રસ્તો ખુલ્લો કરાયો..
દાહોદ તા.29
દાહોદ તાલુકાના જાલત નજીક અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર ઇન્દોર થી મુસાફરો ભરીને અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું જેના પગલે બેકાબુ બનેલી બસે પલટી મારતા બસમાં સવાર 50 મુસાફરો પૈકી 17 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત જ બન્યા હતા. બસ પલટી મારતા મુસાફરોની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો. જોકે અકસ્માત બાદ બસમાં બેસેલા અન્ય મુસાફરો તેમજ આસપાસના લોકોએ 108 ઈમરજન્સી સેવાની મદદથી ઇજાગ્રસ્ત્રોને દાહોદના જાડા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દિન પ્રતિદિન માર્ગ અકસ્માતોના બનાવો વધવા પામ્યા છે જેના પગલે મુસાફરી માટે આ હાઈવે જોખમી બની રહ્યો છે. ગત રાત્રે ઇંનોવા ગાડીનો અકસ્માતના બનાવની સહી હજી સુકાઈ નથી ત્યારે આજે વહેલી સવારે ઇન્દોર થી 50 મુસાફરો ભરી અમદાવાદ તરફ જતી ખાનગી લક્ઝરી બસ જાલત પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે બ્રિજ પાસે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી લક્ઝરી બસ પલટી મારી હતી. જેના પગલે વહેલી સવારે ઘર ઊંઘમાં સુઈ રહેલા મુસાફરોની ચીસોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ બસમાં બેસેલા અન્ય મુસાફરો હેમથેમ બહાર નીકળ્યા હતા અને આસપાસના લોકો જોડે 108 ઈમરજન્સી સેવા પાસે મદદ માંગી હતી. ત્યારબાદ ઈમરજન્સી 108 સેવાના એમ્બ્યુલન્સ દ્વારા લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા 50 મુસાફરો પૈકી 17 મુસાફરો જેઓના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં પાંચથી વધુ મુસાફરોને ઓછી વતી ઈજાઓ જણાતા હોસ્પિટલના હાજર તબીબોએ તેઓને પ્રાથમિક સારવાર આપી રજા આપી દીધી હતી. હાલ 12 થી વધુ ઈજાગ્રસ્ત મુસાફરો ડાયનાસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ નયનસીંગ પરમાર તેમજ સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોડ વચ્ચે પલટી ખાધેલી પડેલી લક્ઝરી બસને ક્રેન મારફતે ઊભી કરી રસ્તાની સાઈડમાં ખસેડવામાં આવી હતી.