
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….
દાહોદ શહેરમાં ભર શિયાળે પોલીસની ટાઢ ઉડાવતા તસ્કરો:એક જ રાતમાં પાંચ મકાનોને નિશાન બનાવી લાખોની માલમતા પર હાથફેરો…
પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે બેખોબ બની ચોરીના મક્કમ ઇરાદે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ..
દાહોદ એલસીબી એસઓજી, દાહોદ બી ડિવિઝન એ ડિવિઝન પોલીસ તપાસમાં જોતરાઈ…
તસ્કરોએ પોણા કલાકમાં પાંચ મકાનોને નિશાન બનાવ્યા, ત્રણમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, બેમાં લાખોને મત્તા ચોરાઈ..
દાહોદ તા.24
દાહોદ શહેરના રળીયાતી પાસે આવેલા નવકાર રેસીડેન્સી તેમજ રાધે નગરમાં પોલીસની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી બેખોફરીતે ચોરીના મક્કમ ઇરાદે મોટરસાયકલ પર આવેલા ત્રણ તસ્કરોએ પોણા કલાકમાં એક પછી એક પાંચ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી ઘટનાને અંજામ આપી બિન્દાસ પણે ફરાર ફરાર થઈ પોલીસની ભર શિયાળે ટાઢ ઉડાવી દીધી છે. જોકે બાઈક પર ચોરી કરવા આવેલા ત્રણ જેટલા તસ્કરો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે. ત્યારે હાલ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે…
દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વાહનચોર ટોળકી તેમજ ઘરફોડ તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. છેલ્લા કેટલાય દિવસો દરમિયાન બેકોફ બનેલા તસ્કરોએ એક પછી એક ચોરીની ઘટનાને બિન્દાસ પણે અંજામ આપી દાહોદ વાસીઓને રજાડી રહ્યા છે તો બીજી તરફ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વધતી ચોરી પોલીસ માટે પડકાર સમાન સાબિત થઈ રહી છે. જેને ડામવામાં હાલ સુધીમાં તો પોલીસનો પનો ટૂંકો પડ્યો છે. હાલમાં થોડા દિવસ પહેલા જ દાહોદ શહેરના એમ જી રોડ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે એક સાથે ત્રણ થી ચાર દુકાનોને તસ્કરોએ
નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી હતી તેની શાહી હજી સુકાઈ નથી ત્યારે આજે પુનઃ ચોરીના ઇરાદે બાઈક પર આવેલા ત્રણ જેટલા તસ્કરોએ રળીયાતી રોડ પર સ્થિત નવકાર રેસીડેનસી તેમજ રાધે નગરમાં એક પછી એક પાંચ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની માલમતા પર હાથફેરો કરી નાસી છૂટવામાં સફળ રહ્યા છે. વહેલી સવારે 05.16 વાગ્યાના અરસામાં બાઈક પર ચોરીના ઇરાદે આવેલા ત્રણ જેટલા તસ્કરોએ પ્રથમ નવકાર રેસીડેન્સીમાં B વિંગમાં ચોથા માળે 401 નંબરના ફ્લેટના રહેવાસી અને મધ્યપ્રદેશના પીટોલ ખાતે સ્પેરપાર્ટની દુકાન ધરાવતા પ્રવીણભાઈ શંકરલાલ પટણી બે દિવસ અગાઉ અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજના કાર્યક્રમમાં ગયા હતા. તેમના ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવી તિજોરીઓના તાળા તોડી સામાન વેરવિખેર કરી ચોરીની ઘટનાને અંજામ આપી બાજુમાં આવેલી વીગમાં પહેલા માળે 101, તેમજ બીજા માળે બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડ્યા હતા
પરંતુ તે મકાન ખાલી હોય તસકરોને કઈ હાથ લાગ્યું ન હતું ત્યારબાદ તસ્કરો ચોથા માળ પર આવેલા 401 નંબરના મકાન પર ગયા હતા જ્યાં ઇન્ડિયન બેંકમાં મેનેજરની પોસ્ટ પર તેનાત મૂળ બિહારના રહેવાસી પ્રભાકર પ્રસાદ શાહ અંદરના રૂમમાં મીઠી નીંદર માણી રહ્યા હતા અને તેમની પત્ની બહારથી દરવાજો બંધ કરી મોર્નિંગ વોક પર નીકળી ગયા હતા. તે સમયે તસ્કરોએ તકનો લાભ લઈ દરવાજો ખોલી પ્રભાકર શાહના મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને તિજોરીના કાળા તોડી સરસામાન વેરવિખેર કરી બે લાખ રૂપિયા રોકડની ચોરી કરી હતી તે જ સમયે નજીકમાં આવેલા રાધે નગરમાં પણ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું પરંતુ તેમાં કાંઈ હાથ ન લાગ્યું હતું. નવકાર રેસીડેન્સીમાં અડધાથી પોણા કલાકમાં બેખોબ બની તસ્કરોએ ચાર મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની માલમતાની ચોરી કરી બાઈક પર બિન્દાસ પણે ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા દાહોદ એલસીબી એસઓજી તેમજ સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે સાથે દાહોદ ડિવિઝનના એએસપી જગદીશ બાંગરવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરોનું પગેરું મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.