
પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત વધુ એક સુપરફાસ્ટ ટ્રેન દાહોદ સ્ટેશન પર રોકાશે..!!
દાહોદ તા.24
પશ્ચિમ રેલવેના યાત્રીઓની સુવિધા તેમજ સુખાકારીને ધ્યાનમાં લઇ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને સ્પેશિયલ ભાડાની સાથે સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે જે ટ્રેનને દાહોદ ખાતે સ્ટોપેજ ફાળવવામાં આવ્યો છે
પશ્ચિમ રેલવેએ આગામી તહેવારોને અનુલક્ષીને યાત્રીઓની સુવિધા તેમજ સુખાકારીને ધ્યાનમાં લઇ વધુ એક સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન સ્પેશિયલ ભાડા સાથે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત ટ્રેન નંબર 09091/ 92 ઉંધના-હિસાર મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેન આગામી 28મી ડિસેમ્બરથી બુધવારે બપોરના એક વાગીને દસ મિનિટે ઉધનાથી શરૂ થઈ રતલામ મંડળના દાહોદ ખાતે 05:13 મિનિટે આવશે આ ગાડી રતલામ 7:45 વાગે પહોંચી બીજા દિવસે 10:25 એ હિસાર ખાતે પહોંચશે પરત આ ગાડી 29 મી ડિસેમ્બરના રોજ હીસારથી 12:15 વાગે ઉપડી 16:40 રતલામ પહોંચશે અને ત્યારબાદ 18:25 એ દાહોદ પહોંચશે અને શુક્રવારે સવારે 4:30 વાગ્યે આ ટ્રેન મુંબઈ ખાતે પહોંચશે બંને તરફથી આ ટ્રેન સુરત, ભરૂચ, વડોદરા, દાહોદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, દુર્ગાપુરા, જયપુર, ચોમુ, સામેદ, રીંગસ, શ્રી માધોપુર, નીમ કા થાણા, નારનોલ, રેવાડી, ચરકી દાદરી, ભીવાની, અને હાંસી, ખાતે ઉભી રહેશે