Monday, 14/07/2025
Dark Mode

દાહોદમાં બિરસા મુંડા ભવન ખાતે વિવિધ હોદ્દાઓની નિમણૂક માટે બિરસા આદિવાસી ટ્રસ્ટની મીટીંગ યોજાઇ..

December 24, 2022
        626
દાહોદમાં બિરસા મુંડા ભવન ખાતે વિવિધ હોદ્દાઓની નિમણૂક માટે બિરસા આદિવાસી ટ્રસ્ટની મીટીંગ યોજાઇ..

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદમાં બિરસા મુંડા ભવન ખાતે વિવિધ હોદ્દાઓની નિમણૂક માટે બિરસા આદિવાસી ટ્રસ્ટની મીટીંગ યોજાઇ..

દાહોદ તા.24

દાહોદમાં બિરસા મુંડા ભવન ખાતે વિવિધ હોદ્દાઓની નિમણૂક માટે બિરસા આદિવાસી ટ્રસ્ટની મીટીંગ યોજાઇ..

દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે ખાતે આવેલા બિરસા મુંડા ભવનમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ તથા બેસ્ટ ઓફ લકના માધ્યમથી સભ્યોની નિયુક્તિ માટે એક મીટીંગ યોજાઇ હતી. જેમાં બિરસા મુંડા ટ્રસ્ટના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ મિટિંગમાં કુલ 13 જેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. જે વિસ્તૃત ચર્ચા અને વિચારણાના અંતે સંપન્ન થઈ હતી તેમજ નવનીયુક્ત હોદ્દેદારોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા…

 

 દાહોદના બિરસા મુંડા ભવન ખાતે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓની મિટિંગ યોજાઇ હતી.જેમાં કુલ 13 જેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. પ્રથમ ગત મીટીંગની પ્રોસીડિંગને વાંચન કરીને બહાલી અપાઈ હતી. સાથે સાથે 2023 ના વર્ષના કેલેન્ડર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ 2022/23 ના નાણાકીય વર્ષની 1000 જેટલી સભ્ય ફી દરેક સભ્યોને જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ લિબર્ટી ક્લાસીસ પૂર્ણ થવાથી નવી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ફંડની જરૂરિયાત અને બિરસા મુંડા ભવન દ્વારા સંચાલિત થતા ખાતે વિવિધ કામો અંતર્ગત ફંડની જરૂરિયાત તથા તેને મેળવવા માટે આયોજનની વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ ભવનમાં થયેલ ખર્ચમાં ઉધારના નાણા પરત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે વહીવટી માળખું બનાવવા માટે પણ ચર્ચાઓ કરાઈ હતી.વાલીઓને શિક્ષકોને સેમિનાર બાબતે તારીખો નક્કી કરવા હેલ્પલાઇન નંબર જાહેર કરવાની ચર્ચાઓ કરાઈ હતી. મિટિંગમાં નિમાવેલ સમિતિઓની કામગીરી નો પ્રગતિ રિપોર્ટ સીસીટીવી,પેવર બ્લોક,વીજળીનું મીટર બેસાડવા બાબત તેમજ ત્રણ મિટિંગમાં ગેરહાજર સભ્યોના સ્થાને અન્ય સભ્યોની નિમણૂક કરવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વહીવટી માળખું બનાવવા માટે બેસ્ટ ઓફ લકના માધ્યમથી ચિઠ્ઠી ઉછાળી વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જે પૈકી બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ તરીકે ડૉ કે આર ડામોર, મંત્રી સીઆર સંગાડા, મંત્રી પહેલેથી જ હોદ્દાની રૂએ નિમણૂક થયેલ છે. ત્યારબાદ બેસ્ટ ઓફ લકના માધ્યમથી નિમણૂક થયેલ પદાધિકારીઓમાં ઉપપ્રમુખ તરીકે નયનભાઈ ખપેડ, અનિલ બારીયા તેમજ શ્રીમતી જાગૃતીબેન પારગી,સહમંત્રી તરીકે અતુલભાઇ બારીયા તેમજ રાજેશભાઈ ભાભોર ખજાનચી તરીકે દિનેશભાઈ બારીયા ઓડિટર તરીકે ડોક્ટર ચિંતન તાવીયાડ,કન્વીનર તરીકે આર.એચ.પારગી,સહ કન્વીનર તરીકે અભેસિંગ રોજ રાકેશભાઈ મકવાણા તથા વિનોદભાઈ ડામોર ની નિયુક્તિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે. કે બીમાર તેમજ હોસ્પિટલમાં જરૂરિયાત મંદ લોકોની સેવાકાજે આગામી ફેબ્રુઆરી માસ સુધીમાં બ્લડ ડોનેશન તેમજ અવેરનેસ કાર્યક્રમ અંગે ખાસ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!