
રાજેન્દ્ર શર્મા :- દાહોદ
કોરોના સંક્રમણના નવા વેરિયન્ટ BF.7 ના સંભવિત ખતરાને જોતા તંત્ર સજ્જ.આરોગ્ય વિભાગ દ્વારા PSA ઓક્સિજન પ્લાન્ટ ખાતે મોકડ્રિલ યોજી…
કલેકટરની સૂચના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી તેમજ CDHO ના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગની ટીમે PSA પ્લાન્ટ ખાતે મોકડ્રિલ યોજી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી..
દાહોદ તા.23
ચીન સહિત વિશ્વના અન્ય દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટે વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે. ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને જોતા ભારત સહિત સમગ્ર વિશ્વ ચિતાતુંર થઈ ગયો છે તેમજ ડબલ્યુએચઓ જેવી હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ વિચારમાં પડી ગઈ છે. તારે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે કોવિડના નવા વેરિએન્ટ BF.7 ને પહોંચી વળવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર,આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ હોસ્પિટલમાં PSA પ્લાન્ટ ખાતે મોકડ્રિલ યોજી ઝાઈડ્સના કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.
ચીનમાં ભયંકર રીતે ફેલાઈ રહેલા કોરોના વાયરસના નવા વેરિયંટે ભારત સહિત વિશ્વની ચિંતા વધારી દીધી છે.વિસ્ફોટક રીતે વધી રહેલા નવા કોવીડના નવા વોરિએન્ટે WHO સહીત સમગ્ર હેલ્થ ઓર્ગેનાઈઝેશનને હચમચાવી નાખી છે. ત્યારે નવા વોરિયન્ટ BF.7 ના સંભવિત ખતરાને જોઈ ભારત સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી પરિસ્થિતિઓને પહોંચી વળવા પહોંચી વળવા માટે સમીક્ષા કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર દાહોદ જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર કોવીડના સંભવિત નવા વેરીયન્ટ ને પહોંચી વળવા કમર કસી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા તૈયારી શરૂ કરી દીધી છે તે અંતર્ગત આજરોજ કલેકટર શ્રી હર્ષિત ગોસ્વામી ની સૂચના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી તેમજ CDHO શિલ્પા યાદવના માર્ગદર્શનમાં તાલુકા આરોગ્ય હેલ્થ ઓફિસર ભગીરથ બામણીયા સહિતની ટીમ આજરોજ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે આવેલા PSA ઓક્સિજન પ્લાન્ટ ખાતે મોકડ્રિલ યોજી હતી. જેમાં PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. અને પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે કે નહીં તે અંગે મોકડ્રિલ યોજી હતી સાથે સાથે ઝાયડસ ના કોવીડ કેર સેન્ટરની પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મુલાકાત લઇ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખની છે કે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં હાલ 600 LPM ના બે પ્લાંન્ટ,218 LPM ના એક,92LPM ના એક તેમજ 13KL લીકવીડ ઓક્સિજનનો એક મળી કુલ 5 જેટલાં PSA પ્લાંન્ટ હાલ કાર્યરત છે. જોકે દાહોદના જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ તેમજ ઝાયડસ મેડિકલ હોસ્પિટલ ની તમામ તૈયારીઓની વચ્ચે નવા રિએન્ટના સંભવિત ખતરા ને જોઈ આજરોજ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને એક પત્ર લખી એડવાઈઝરી બહાર પાડી છે જેમાં તાવ તેમજ શરદી ખાંસી ના લક્ષણ હોય તો RTPCR ટેસ્ટ કરાવવા, ભીડ હોય ત્યાં માસ્ક પહેરવું, તમામ કાર્યક્રમોમાં આયોજકોને ભીડ ભાડ ઓછી કરવા સૂચના આપવા, તહેવારોમાં ભીડ ભેગી ન થાય, હોટેલ રેસ્ટોરન્ટોમાં પણ ભીડ ભાડ ભેગી ન થાય તે અંગે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.હાલ તો કોવીડ સંભવિત ખતરા ને જોતા દાહોદ જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં પણ કોવિડના નવા વેરિયન્ટ ને પહોંચી વળવા કમર કસી લીધી છે.