દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાની અધ્યક્ષતામાં 400 જેટલાં બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો..

Editor Dahod Live
1 Min Read

દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાની અધ્યક્ષતામાં 400 જેટલાં બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો..

400 જેટલા બાળકોને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું..

ઝાલોદ તા.23

 

 

ઝાલોદ તાલુકાના પેથાપુરમાં પ્રાથમિક શાળા અને સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત “ત્રિવિધ દાન” એટલે કે વસ્ત્રદાન, પાત્રદાન,ભોજનદાન કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના ૪૦૦ જેટલા બાળકોને સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ ના ડિરેક્ટર સ્મિતાબેન તરફથી સ્વેટર આપવામાં આવ્યા.અને ધર્મિષ્ઠાબેન અને રાજુભાઈ તરફ થી શાળા ને પાત્રદાન,અને ભોજન દાન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુમારી વાઘેલા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું.કાર્યક્રમમાં નાયબ કલેકટર શ્રી ફાલ્ગુનભાઈ પંચાલ (MDM),ગામ ના આગેવાન એવા શ્રી ઇસુભાઈ નાયક,ઉદેસિંહ દાદા,સરપંચશ્રી રાજેશભાઈ,ઉપસરપંચ શ્રી ઉપેન્દ્રસિંહ,તાલુકા પંચાયત સભ્યશ્રી નિલેશભાઈ હાંડા, શ્રી દીનેશભાઈ ભુરીયા,શ્રી કલ્પેશભાઈ,શ્રી રાકેશભાઈ (CRC), કમલેશભાઇ આચાર્ય શ્રી પેથાપુર પ્રા.શાળા, ઈશ્વરસિંહ નાયક, માજી ડે.સરપંચશ્રી લાલાભાઈ,રાજુભાઈ આચાર્યશ્રી તથા ગામના આગેવાન મહાનુભાવો અને બાળકો ઉપસ્થિત રહ્યા.

Share This Article