
રાહુલ ગારી :- ગરબાડા
ભરૂચ જીઆઇડીસીમાં એક વર્ષ પૂર્વે ઘરફોડ ચોરીની ઘટનામાં સામેલ વોન્ટેડ આરોપીને જેસાવાડા પોલીસે દબોચ્યો..
દાહોદ તા.22
ભરૂચ જીઆઇડીસીમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને જેસાવાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી જેલ ભેગો કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના જેસાવાડાના રહેવાસી મિતેશભાઈ મડીયાભાઈ ભાભોર મનાલી ભરૂચ જીઆઇડીસીમાં એક વર્ષ પૂર્વે થયેલ ઘરચોરીમાં સામેલ હોય તેમ જ છેલ્લા એક વર્ષથી આ ગુનામાં વોન્ટેડ હતા. જેની બાતમી જેસાવાડા પોલીસને થતા જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન. એમ. રામીના નેતૃત્વમાં જેસાવાડાના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે મિતેશભાઇ ઘરે આવ્યા છે. તે બાતમીના આધારે જેસાવાડા પોલીસે મિતેશભાઈ ના ઘરે દરોડો પાડી તેઓને ઝડપી જેલભેગા કર્યા હતા.