Sunday, 08/09/2024
Dark Mode

જમીન મેળવવા માટે ત્રણ કુટુંબી ભાઈઓએ પોતાના જ ભાઈને કોસના જીવલેણ ફટકા મારી યમસદને પહોંચાડ્યો..

December 20, 2022
        649
જમીન મેળવવા માટે ત્રણ કુટુંબી ભાઈઓએ પોતાના જ ભાઈને કોસના જીવલેણ ફટકા મારી યમસદને પહોંચાડ્યો..

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના ચુંદડી ગામે ત્રણ કુટુંબી ભાઈઓએ જમીન મેળવવા માટે પોતાના જ ભાઈને માથામાં લોખંડની કોસના જીવલેણ પ્રહાર વડે યમસદને પહોંચાડ્યો.

 હત્યારા ભાઈઓએ પોતાના ભાઈને કોસના જીવલેણ પ્રહાર કરી મોતને ઘાટ કર્યા બાદ પુરાવાના નાશ કરવા લાશને કેનાલમાં ફેકી..

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચુંદડી ગામે જમીન મેળવવા માટે ત્રણ કુટુંબી ભાઈઓએ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમના જ ભાઈની લોખંડની કોસના જીવલેણ પ્રહાર કરી યમ સદને પહોંચાડ્યા બાદ  પુરાવાનો નાસ કરવાના હેતુથી લાશ પાણીવાળી કેનાલમાં નાંખી દીધાનું જાણવા મળ્યું છે.

સીંગવડ તાલુકાના ચુંદડી ગામે ડુંગરભીત ફળીયામાં રહેતા રમણભાઈ સોનાભાઈ બારીયાના ત્રણે કાકા નિઃસંતાન(વાંઝીયા) હોઈ જેનું પાલન પોષણ રમમભાઈ બારિયાનું પરિવાર કરતું હોવાથી તે ત્રક્ષણે કાકાની જમીન જાયદાદ રમણભાઈ બારીયાને જ મળનાર હોવાથી આ તમામ જમીન-જાયદાદ કનુભાઈ દલાભાઈ બારીયા તથા તેના છોકરાઓને મળી જશે તેવા આશયથી કનુભાઈ દલાભાઈ બારીયા તથા તેનો છોકરો રમેશભાઈ કનુભાઈ બારીયા તથા સગોભાઈ સબુરભાઈ દલાભાઈ બારીયાએ ભેગા મળી રમણભાઈ બારીયાનું કાસળ કાઢવાનું કાવતરૂ રચી રમણભાઈને રાતના સમયે ભોળવીને ત્રણે જણા લઈ ગયા હતા અને રમણભાઈના માથામાં પાછળના ભાગે લોખંડની કોસના પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતક રમણભાઈ બારીયાની લાશને ગામની પાણીવાળી કેનાલમાં નાંખી દઈ પુરાવાનો નાશ કરી તે પછી રાતના મરણજનાર રમણભાઈને શોધવાનો દેખાડો કર્યો હતો.

આ સંબંધે ચુંદડી ગામે ડુંગરભીડ ફળીયામાં રહેતા મરણ જનાર રમણભાઈ સોનાભાઈ બારીયાના છોકરા ૧૯ વર્ષીય મુકેશભાઈ રમણભાઈ બારીયાએ ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ રંધીકપુર પોલિસ સ્ટેશને નોંધાવતા આ સંદર્ભે પોલિસે ચુંદડી ગામના રમેશભાઈ કનુભાઈ બારીયા, સબુરભાઈ દલાભાઈ બારીયા તથા કનુભાઈ દલાભાઈ બારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૦૨, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી ત્રણેની ધડપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!