Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં ત્રણ જુદાજુદા બનાવોમાં ત્રણ ઈસમોએ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું 

December 17, 2022
        7885
દાહોદ જિલ્લામાં ત્રણ જુદાજુદા બનાવોમાં ત્રણ ઈસમોએ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું 

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

 

દાહોદ જિલ્લામાં ત્રણ જુદાજુદા બનાવોમાં ત્રણ ઈસમોએ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું 

 

દાહોદ તા.17

 

દાહોદ જિલ્લામાં ત્રણ જુદાજુદા બનાવોમાં ત્રણ ઈસમોએ મોતને વહાલું કરતા સીઆરપીસી 174 મુજબ દાહોદ જિલ્લા પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 અકસ્માત મોત અંગે નો પહેલો બનાવ સીંગવડ તાલુકાના ચુંદડી ગામના ડુંગરભીંત ફળિયા ખાતે નોંધવા પામી છે જેમાં મરણ જનાર 50 વર્ષીય રમણભાઈ સેનાભાઈ બારીયા ગતરોજ ઘરેથી કનુભાઈ ને ત્યાં દૂધનો ખાલી લોટો આપવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા પરંતુ સાંજ સુધી ઘરે ન પહોંચતા સ્વજનો તેમજ ગામજનો દ્વારા શોધખોળ આદરતા રમણભાઈ સેનાભાઇ બારીયાની લાશ નજીકના કેનાલના પાણીમાંથી મળી આવી હતી. જે બનાવ સંદર્ભે તેમના પુત્ર સુરેશભાઈ રમણભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે જાહેરાત આપતા પોલીસે સીઆરસીસી 174 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

 અકસ્માત મોત અંગેનો બીજો બનાવ લીમખેડા તાલુકાના દુધિયા સત કેબલ ફળીયા ખાતે બનવા પામ્યો છે જેમાં 28 વર્ષથી ભવનભાઈ ની પત્ની ઘરેથી રિસાઈને તેના પિયરમા ચાલી ગઈ હતી ત્યારબાદ પવનભાઈ તેમને લેવા જ સાથે પરતના આવતા તેમના નાના છોકરાને પણ મળવા ન દેતા ભવનભાઈ ને મનમાં લાગી આવ્યું હતું અને તેઓએ ફિનાઈલ ની દવા ગટગટાવી મોતને વ્હાળું કર્યું હતું. આ બનાવ સંદર્ભે દુધિયા ગામના કનુભાઈ મોહનભાઈ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે સીઆરપીસી 174 ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 અકસ્માત મોત અંગે નો ત્રીજો બનાવ ઝાલોદ તાલુકાના વગેલા ગામે બનવા પામ્યું છે. જેમાં ઝાલોદ તાલુકાના ગામડી રોડ હરીજન વાસ ખાતેના 26 વર્ષીય મેહુલભાઈ રમેશભાઈ પરમારે ગતરો તેમની સાસરી વગેલા ગામે આગમ્ય કારણોસર જહેરી દવા ગટગટાવી મોતને મીઠું કરી લીધું હતું. આ બનાવ સંદર્ભે રાહુલભાઈ રમેશભાઈ પરમારે ચાકલીયા પોલીસ મથકે ગુનો નોંધાવતા ચાકલિયા પોલીસે સીઆરપીસી 174 મુજબ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!