Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ શહેરમાંથી ચાર માસ અગાઉ થયેલ બાઈકચોરીના ભેદ ઉકેલાયા..

December 17, 2022
        950
દાહોદ શહેરમાંથી ચાર માસ અગાઉ થયેલ બાઈકચોરીના ભેદ ઉકેલાયા..

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

 

દાહોદ શહેરમાંથી ચાર માસ અગાઉ થયેલ બાઈકચોરીના ભેદ ઉકેલાયા..

દાહોદ શહેરમાંથી ચાર માસ અગાઉ થયેલ બાઈકચોરીના ભેદ ઉકેલાયા..

ગ્રામ્ય પોલીસે પોકેટ કોપના માધ્યમથી ચાર યુવકોને ચોરીની આઠ બાઈકો સાથે ઝડપી જેલ ભેગા કર્યા..

 

ચોરીની ઘટનાને અંજામ આપતાં 6 પૈકી 4 ને બાઈકો તેમજ ચાર શબમર્સિબલ મોટર સાથે ઝડપાયા 

 

દાહોદ તા.17

 

દાહોદ તાલુકાની ગડોઈ ઘાટીમાં દાહોદ ગ્રામ્ય પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વગર નંબરની બાઈક ઉપર આવી રહેલા ચાર ઈસમોને ઝડપી તેઓની પાસેથી આઠ જેટલી ચોરીની મોટરસાયકલો તેમજ ચાર સબમર્સીબલ મોટર જપ્ત કરી દાહોદ શહેરમાં ચાર માસ અગાઉ જુદી જુદી આઠ જેટલી બાઇક ચોરીના અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા હાંસલ કરી છે.પોલીસે કુલ 6 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

દાહોદ શહેર સહીત આસપાસના વિસ્તારોમાં બાઈકચોર ગેંગનો ખુબજ ત્રાસ વધવા પામ્યો હતો.જેમાં શહેર સહીત આસપાસના વિસ્તારોમાં દિનપ્રતિદિન વધી રહેલી બાઈક ચોરીની ઘટનાઓ પોલીસ માટે માથાના દુખાવા સમાન બની ગઈ હતી.બાઈક ચોરો રાત્રી દરમિયાન બે ખોફ બની પોલીસની નાઈટ પેટ્રોલિંગનો છેદ ઉડાડી બિન્દાસ્ત પણે ચોરીની ઘટનાને અંજામ આપી દાહોદ વાસીઓને રંઝાડી રહ્યા હતા જે પોલીસ માટે એક પડકાર સમાન સાબીત થઈ રહ્યું છે. તેવા સમયે દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાના નિર્દેશોનુસાર દાહોદ ડિવિઝનના ASP જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના PSI નયનસિંહ પરમાર તેમજ તેમના સ્ટાફના માણસો દાહોદ તાલુકાના ગડોઈ ઘાટીમાં વોચ ગોઠવી આવતા જતા વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા.તે સમયે સામેથી વગર નંબરની બે મોટરસાયકલ પર આવી રહેલા ગરબાડા તાલુકાના બાવકા ગામના સીમલખેડી ફળિયાના નિર્ભય ભાઈ પ્રેમાભાઈ ડામોર ભાવેશભાઈ હિંમતભાઈ દેવળ રાહુલભાઈ કાળુભાઈ ડામોર તેમજ ધોળકા ફળિયાના પ્રકાશ વાઘજીભાઈ હઠીલાને અટકાવી મોટરસાયકલ સંબંધી કાગળિયાઓ માંગતા શરૂઆતમાં તેઓએ ઊંડાણ જવાબો આપતા પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનના માધ્યમથી સર્ચ મારતા આ બંને બાઈકો ચાર માસ અગાઉ દાહોદ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતેથી અને તેની ફરિયાદ પણ નોંધાયેલી જણાવતા પોલીસે ચારેય ઈસમોની અટકાયત કરી પૂછપરછ માટે પોલીસ મથક ખાતે લાવ્યા હતા જ્યાં ચારેય યુવકોએ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેમાં તેઓ ગરબાડા તાલુકાના ગામના રાહુલ ઉર્ફે ગૌરવ દિનેશ પરમાર મંગુભાઈ રામસિંગભાઈ પરમારની સાથે મળી બાઈક ચોરીની ઘટનાને અંજામ આપી ચોરાયેલી બાઈકના સ્પેરપાર્ટ વેચી મારતા હોવાની કબુલાત કરતા પોલીસે તેઓના ઘરે દરોડા પાડતા અન્ય છ જેટલી ચોરાયેલી બાઈકો તેમજ ચાર સબમરસીબલ મોટર મળી આવતા પોલીસે કુલ છ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે આમ દાહોદ ગ્રામ્ય પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પોકેટ કોપની મદદથી દાહોદ શહેરના 8 જુદા જુદા બાઈક ચોરીના અંડીએક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા સાપડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!