Monday, 14/07/2025
Dark Mode

દાહોદમાં પ્રથમ વખત જયંતિભાઈ શાસ્ત્રીના સ્વમુખે વિશ્વકર્મા પુરાણ કથાનું આજથી પ્રારંભ…

December 16, 2022
        795
દાહોદમાં પ્રથમ વખત જયંતિભાઈ શાસ્ત્રીના સ્વમુખે વિશ્વકર્મા પુરાણ કથાનું આજથી પ્રારંભ…

દાહોદમાં પ્રથમ વખત જયંતિભાઈ શાસ્ત્રીના સ્વમુખે વિશ્વકર્મા પુરાણ કથાનું આજથી પ્રારંભ…

દાહોદ તા.16

દાહોદમાં પ્રથમ વખત જયંતિભાઈ શાસ્ત્રીના સ્વમુખે વિશ્વકર્મા પુરાણ કથાનું આજથી પ્રારંભ...

દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે પંચાલ સમાજના સેવાભાવી વ્યક્તિ દ્વારા દાહોદ શહેરમાં પહેલી વખત શ્રી વિશ્વકર્મા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સાત દિવસ સુધી ચાલનારી વિશ્વકર્મા પુરાણ કથાનું 23 મીના રોજ પુર્ણાહુતી બાદ મહાપ્રસાદીની સાથે સંપન્ન થશે. આ કાર્યક્રમમાં સમસ્ત પંચાલ સમાજ તેમજ અને સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ભાગ લેશે ત્યારે દાહોદ શહેર સહિત આજુબાજુના તાલુકા મથકો પરથી સેવાભાવી ભક્તો દ્વારા શ્રોતાઓને ગાડી મારફતે પુરાણ કથાના સભા સ્થળ સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જેના પગલે સમગ્ર અઠવાડિયું દાહોદમાં ભક્તિમાં વાતાવરણમાં ઉજવાશે તેમાં કોઈ બેમત નથી.

દાહોદ જિલ્લામાં પ્રથમ જયંતિભાઈ શાસ્ત્રના સ્વમુખે સ્રુષ્ટીના રચયિતા ભગવાન શ્રી વિશ્ર્વકર્મા દાદાનુ વિશ્ર્વકર્મા પુરાણ કથા નુ આયોજન દાહોદ પંચાલ સમાજ દ્વારા યજમાન પ્રિયાંક પંચાલ દ્વારા પ્રથમ વખત આયોજન કરવામા આવ્યુ .જેમા આજે જયંતિભાઈ ભાઈ શાસ્ત્રી નુ આગમન થતા સમાજ ના લોકો દ્વારા દાહોદ શહેર ના પ્રવેશ દ્વારથી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જયંતિભાઈ શાસ્ત્રીના સ્વમુખે સાત દિવસ ચાલનારી વિશ્વકર્મા પુરાણ કથામાં આજે બાઈક રેલી બાદ આવતીકાલે બપોરના 12:30 વાગે પ્રિયાંકકુમાર કૈલાશ ચંદ્ર પંચાલના નિવાસસ્થાન બકુલધામ સોસાયટી થી પોથી યાત્રા કાઢવાનો આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રવિવારે રામાનંદ પાર્ક ખાતે ભગવાન શ્રી વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસ ઉજવાશે. ત્યારબાદ સોમવારે કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવમાં લોકો ભરપૂર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે ત્યારબાદ મંગળવારે માં ભગવતી રાંદલ નું પ્રાગટ્ય દિવસ યોજાશે અને રાત્રે રાસ ગરબાના માધ્યમથી માં ભગવતી રાંદલનું ભક્તિમય વાતાવરણમાં આરાધના કરવામાં આવશે. ત્યારબાદ બુધવારે ભગવાન સૂર્યનારાયણ તેમજ માં ભગવતી રાંદલના વિવાહ યોજાશે. જે બાત ગુરૂવારના દિવસે સુપ્રસિદ્ધ ગાયક પૂનમ વિશ્વકર્મા જો મુંબઈની કવિયત્રી છે તેઓ ભજન સંધ્યામાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે. અને છેલ્લે શુક્રવારે પુરાણકથાની પૂર્ણાહુતિ સાથે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. સાત દિવસ ચાલનારી વિશ્વકર્મા પુરાણ કથામાં પંચાલ સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લેશે. સાથે સાથે દાહોદ શહેર સહિત આસપાસના તાલુકા મથકો પરથી વિશ્વકર્મા પુરાણ કથામાં ભાગ લેવા આવનાર શ્રોતાઓને લાવા લઈ જવા માટે સમાજના અગ્રણીઓ દ્વારા વાહનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!