Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકો પર થયેલ પોસ્ટલ બેલેટ મતદાનમાં આમ આદમી પાર્ટી પ્રથમ ક્રમાંકે.

December 8, 2022
        2041
દાહોદ જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકો પર થયેલ પોસ્ટલ બેલેટ મતદાનમાં આમ આદમી પાર્ટી પ્રથમ ક્રમાંકે.

દાહોદ જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકો પર થયેલ પોસ્ટલ બેલેટ મતદાનમાં આમ આદમી પાર્ટી પ્રથમ ક્રમાંકે.

વિધાનસભા બેઠકો પર EVM માં ભાજપની પ્રચંડ જીત: પોસ્ટલ બેલેટમાં AAP ને ભાજપ કોંગ્રેસ કરતા જન સમર્થન વધુ મળ્યું.

 

દાહોદ તા.08

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકોની આજે ગણતરી પૂર્ણ થતા ભાજપે છ એ છ વિધાનસભા બેઠકોના રાજકીય મેદાનમાં વિજયરૂપી સિક્સરરૂપી સિક્સર મારતા સો કોઈને ચોકાવી દીધા હતા. દાહોદ જિલ્લામાં 20 વર્ષ બાદ બીજેપીએ જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકો પર જીતનો પરચમ લહેરાવતા કોંગ્રેસના સુપડા સાફ થયા છે. વર્ષોથી કોંગ્રેસનો પરંપરાગત રીતે ગઢ ગણાતા ઝાલો દાહોદ તેમજ ગરબાડા બેઠક પર કોંગ્રેસનો કિલ્લો ધવસ્ત કરી ભાજપ મજબૂત રીતે ઉભરીને આવ્યો છે. ત્યારે આજરોજ જાહેર થયેલા પરિણામોમાં તમામ વિધાનસભા બેઠકો પર થયેલા પોસ્ટલ મતદાનમાં જિલ્લાની છ એ છ વિધાનસભા બેઠકો પર સરકારી કર્મચારીઓએ ભાજપ કોંગ્રેસને જાકારો આપી આમ આદમી પાર્ટીને મત આપ્યો છે. વિધાનસભા વાઇસ વાત કરીએ તો ગરબાડા વિધાનસભામાં પોસ્ટલ બેલેટમાં સૌથી વધુ 504 મત, ઝાલોદ વિધાનસભામાં સૌથી વધુ 626 મત, દાહોદ વિધાનસભામાં 524 મત, લીમખેડા વિધાનસભામાં 715 મત, ફતેપુરા વિધાનસભામાં 910 મત, દેવગઢબારિયા વિધાનસભામાં 622 મત સરકારી કર્મચારીઓએ આમ આદમી પાર્ટીના ઝોળીમાં નાખ્યા છે. પોસ્ટલ બેલેટમાં બીજા ક્રમે ભાજપ અને કોંગ્રેસને મત મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે સરકારી કર્મચારીઓની ઓલ્ડ પેન્શન યોજના, શહીદ ની વિવિધ પડતર માંગણીઓને લઈ ગુજરાત ભરમાં સરકાર વિરુદ્ધ જે આંદોલનો થયા. અને તેમાંય સરકારી કર્મચારીઓની નારાજગી તેમજ ભાજપ સરકાર સામેનો રોષ આ ચૂંટણીમાં જોવા મળ્યો હતો. જેના પગલે સરકારી કર્મચારીઓએ ભાજપ અને કોંગ્રેસને જાકારો આપી પોસ્ટલ બેલેટ માં આમ આદમી પાર્ટીને વોટ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!