
દાહોદ તાલુકાના નજીક જેકોટ નજીક હાઈડ્રોજન ગેસના ખાલી સિલિન્ડર ભરેલા કન્ટેનર તેમજ ટ્રક વચ્ચે ટક્કર થતા ટ્રકમાં લાગી આગ:ચાલક ભડથું..
દાહોદ તા.04
દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાઇડ્રોજન ઓક્સિજન ગેસના ખાલી ટેન્કર ભરેલા કન્ટેનર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઓક્સિજનના ખાલી સ્લીન્ડર ભરેલા કન્ટેનરમાં આગ લાગતા દોડધામ મચી હતી.જેમાં ટ્રક ચાલક આગની લપટોમાં ભડથું થઈ જવા પામ્યો હતો. જોકે સાંજના સમયે બનેલી આ ઘટનાના પગલે દાહોદ ગોધરા વચ્ચેનો બન્ને તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતા asp જગદીશ બાંગરવા તેમજ CID ક્રાઇમના પોલીસ અધિકારી સહીત ગ્રામ્ય પોલીસના પીએસઆઇ તેમજ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા..
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અવારનવાર માર્ગ અકસ્માતોના બનાવો બનતા આ નેશનલ હાઈવે ધીમે ધીમે અકસ્માત ઝોન તરફ અગ્રેસર થઈ રહ્યો છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માત નો બનાવ દાહોદ તાલુકાના જેકોટ નજીક બનવા પામ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે. જેમાં જેકોટ નજીક યૂટર્ન પર એક ટ્રક ચાલક પોતાનું ટ્રક વળાવી રહ્યો હતો.તેવા સમયે દાહોદ તરફથી આવતા GJ.16.Z 4010 નંબરની હાઇડ્રોજન ઓક્સિજનના ખાલી સિલિન્ડર ભરેલા કન્ટેનર વચ્ચે જોશભેર ટક્કર થતા હાઈડ્રોજન સિલિન્ડર ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠી હતી.જેમાં ટ્રક ચાલક આગની લપટોમાં ભડથું થઈ જતા મોતને ભેટ્યું હતું. આ માર્ગ અકસ્માતના બનાવના પગલે હાઇવે નો બન્ને તરફનો માર્ગ બે કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની ફાયર બિગેડ તેમજ પોલીસને કરાતા દાહોદ ડિવિઝનના asp જગદીશ બાંગરવા, cid ક્રાઇમના ips અધિકારી, દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ નયનસિંહ પરમાર તેમજ પોલીસ કર્મચારીઓનો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. ફાયર બિગેડે પાણીનો મારો ચલાવી આગને ઓલવી હતી. ત્યારબાદ ક્રેન મારફતે બંને વાહનોને રસ્તાની સાઈડમાં લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. લગભગ બે કલાકની જહેમત બાદ પોલીસે ચાલુ કર્યો હતો. અને લગભગ એક કલાક પછી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. પોલીસે મરણ જનાર વ્યક્તિના શબને પીએમ માટે નજીકના દવાખાને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.