Monday, 14/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ વિધાનસભા બેઠકોનું ચૂંટણીરૂપી લોકશાહીનું પર્વ:મતદારોમાં ભારે ઉત્સાહ

December 4, 2022
        654
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ વિધાનસભા બેઠકોનું ચૂંટણીરૂપી લોકશાહીનું પર્વ:મતદારોમાં ભારે ઉત્સાહ

મતદાન મથકો પર જીલ્લામાં કુલ ૪૭૩૩ પોલીસ જવાનો ખડેપગે તૈનાત

આજે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૬ વિધાનસભા બેઠકોનું ચૂંટણીરૂપી લોકશાહીનું પર્વ:મતદારોમાં ભારે ઉત્સાહ

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લામાં આવતીકાલે એટલે કે, તારીખ ૦૫મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનના દિવસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઈવીએમ અને વીવીપેટ લઈને કર્મચારીઓ બુથો પર રવાના થયાં છે.
બીજા તબક્કાની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂં થઈ ગયું છે. આવતીકાલે એટલે કે, તારીખ ૦૫મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૦૬ વિધાનસભા બેઠકો પર પણ મતદાન યોજાવાનું છે જેમાં આજરોજ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઈવીએમ મશીન તેમજ વીવીપેટ સાથે કર્મચારીઓ બુથ મથકે રવાના થતાં જાેવા મળ્યાં હતાં. વહીવટી તંત્ર દ્વારા મતદાનની કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. આવતીકાલે સવારથી મતદાન મથકોએ મતદારોની લાંબી કતારો જાેવા મળશે. તમામ ઉમેદવારોન ભાવિ શીલ મશીનોમાં થઈ જશે. જિલ્લાના બુથ મથકો પર કોઈ અનીચ્છીયન બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાં એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પોલી, હોમગાર્ડ, જીઆરડી જવાન, સીએપીએફ સહિત કુલ ૪૭૩૩ પોલીસ જવાનો જિલ્લામાં તૈનાર કરી દેવામાં આવનાર છે. જિલ્લામાં મતદાન ટાણે કોઈ અનીચ્છીયન બનાવ ન બને તે માટે પોલીસ કર્મચારીઓ તેમજ સીએપીએફની ટીમ ખડેપગે પોતાની ફરજ બજાવનાર છે. દાહોદ જિલ્લામાં આવેલ સંવેદનશીલ બુથ મથકો પર પોલીસ દ્વારા ખાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં પોલીસ બંદોબસ્તમાં ૦૭ એએસપી,ડીવાએસપી, ૧૨ પીઆઈ, ૪૦ પીએસઆઈ, ૨૩૪૮ પોલીસ આ ઉપરાત એક કંપની અને એક પ્લાટુન એસઆરપી તેમજ ૫૭ સીએપીએફની કંપની તૈનાત કરી દેવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!