મધ્યપ્રદેશની 25 વર્ષથી મહિલાની મોટી ગાંઠનું દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા વડે દૂર કરાઈ….

Editor Dahod Live
1 Min Read

મધ્યપ્રદેશની 25 વર્ષથી મહિલાની મોટી ગાંઠનું દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા વડે દૂર કરાઈ….

દાહોદ તા.04

 મધ્યપ્રદેશના દર્દી જેઓને લાંબા સમયથી પેટની મોટી ગાઠ હતી.આ મહિલાએ ગાંઠની સારવાર જુદા જુદા હોસ્પીટલમાં કરાવી હતી પરંતુ કોઈ ફાયદો ન પડતા આખરે કંટાળેલી મહિલા ઝાયડસ હોસ્પિટલ,દાહોદ ખાતે બતાવી હતી. જ્યાં હોસ્પિટલના તબીબો એ તેમને દાખલ કરીને બધી તપાસ કરાવ્યા પછી તેમને પેટમાં મોટી ગાઠ હોવાનું માલુમ પડ્યું (Retroperitoneal Tumours) આ ગાઠ શરીરની મુખ્ય નસોની ઉપર હોઈ છે. ઓપરેશન દરમિયાન ખુબજ જોખમ હોય છે.પરંતુ ઝાયડસ હોસ્પિટલમાં આ જોખમ લઈને સફળતાપૂર્વક ગાઠ કાઢવામાં આવી છે. જેનું વજન 3 KG છે. અને 25×10×5 cm ની ચાર ગાઠ કાઢવામાં આવી હાલમાં દર્દીની સ્થતિ સારી છે. આ ઓપરેશન ઝાયડસ હોસ્પિટલના સર્જન નિષ્ણાતો ડો.મધુકર વાઘ, ડો.કમલેશ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.સારવ, તેમજ એનેસ્થેસિયામાં ડો.શિવાની પટેલ તથા તેમની ટીમ વડે આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Share This Article