
રિપોર્ટર :- રાહુલ ગારી /દક્ષેશ ચૌહાણ
દાહોદમાં પ્રચારના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના પ્રચાર અર્થે આવેલા ભગવંત માને સમયના અભાવે ગરબાડા અને દાહોદનો રોડ સો અંતિમ સમયમાં રદ કરી જનસભા સંબોધી..
ભગવંત માને ફતેપુરા તેમજ ઝાલોદ ખાતે વિશાળ સંખ્યામાં ભેગી થયેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ભવ્ય રોડ શો યોજ્યો..
દાહોદ તા.04
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકોના પ્રચારના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના બીજા નંબરના નેતા તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ચાર વિધાનસભા બેઠકો ઉપર રોડ શોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે ચૂંટણી પંચની ગાઈડલાઈન તેમજ સમયના અભાવે ભગવંતમાને દાહોદ અને ગરબાડા ખાતે અંતિમ ક્ષણોમાં રોડ શો કેન્સલ કરી વિશાળ સંખ્યામાં ભેગી થયેલી જન સભાને સંબોધી ઝાલોદ અને ફતેપુરા ખાતે રોડ શો કરવા માટે નીકળી ગયા હતા…
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારના અંતિમ ક્ષણોમાં એડીચોટીનું જોર લગાવી મતદારોને રિઝવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જે શ્રેણીમાં આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાની ગરબાડા દાહોદ ઝાલોદ તેમજ ફતેપુરા ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ હોય સમય મર્યાદામાં ઉપરોક્ત ચારેય બેઠકો ઉપર રોડ શો 5:00 વાગ્યા પહેલા પૂર્ણ કરવાનો હતો પરંતુ ભગવંત માન નિયત સમય કરતા ખૂબજ મોડા પડ્યા હતા જેના કારણે રોડ શોની મંજૂરીનો સમય ગાળો પણ પૂર્ણ થઈ ગયો હતો નિયત સમય મોડા પડેલા ભગવંત માને ગરબાડા ખાતેનો રોડ શો અંતિમ ક્ષણોમાં કેન્સલ કરી ગરબાડાના આઝાદ ચોકમાં વિશાળ સંખ્યામાં ભેગી થયેલી જનમેદનીને સંબોધી દાહોદ ખાતે રવાના થયા હતા દાહોદમાં પણ પડાવ સર્કલથી બસ સ્ટેશન સુધી ભગવંત માનનો રોડ શો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ અહીંયા પણ
સમય મર્યાદા નડતા ભગવંત માને પડાવથી રોડ શો શરૂ કર્યો હતો અને બસ સ્ટેશન જવાના બદલે યાદગાર ચોક પર ટૂંકાવી જન સભાને સંબોધી હતી અને ત્યાંથી ઝાલોદ ખાતે રવાના થયા હતા બપોર બાદ ઝાલોદ પહોંચેલા ભગવંત માને વિશાલ સંખ્યામાં ભેગી થયેલી જન મેદની સાથે ઝાલોદમાં શક્તિ પ્રદર્શન સ્વરૂપે રોડ શો કર્યો હતો અને ત્યાંથી ફતેપુરા ખાતે રવાના થયા હતા ફતેપુરામાં પણ પ્રચાર પ્રસારના અંતિમ સમયે પહોંચી ફતેપુરાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદ પરમારને સાથે રાખી ભગવંત માને ફતેપુરા નગરમાં રોડ શો યોજયો હતો અને ત્યાં પણ ઉપસ્થિત વિશાળ સંખ્યાને સંબોધી સંતરામપુર ખાતે રવાના થયા હતા.