
રાજેશ વસાવે :- દાહોદ
સ્વનિર્ભર શાળા ગુજરાતી માધ્યમ વર્ષ 2022-23 શાળાકીય રમોત્સવ યોજાયો..
આજરોજ તારીખ 3 /12 /2022 ને શનિવાર ના રોજ સ્વનિર્ભર શાળા નો વાર્ષિક સંયુક્ત રમોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વનિર્ભર પ્રાથમિક શાળાના કન્વીનર શ્રી મનીષભાઈ શાહના હસ્તે ધ્વજારોહણ તથા સ્પોર્ટ્સ ડે ખુલ્લો મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. કો-ઓર્ડીનેટર શાળા ત્રિવેણી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શ્રી રાજભાઈ પટેલે ખેલાડીઓ ને પ્રતિજ્ઞા લેવડાવી હતી,અને સ્વનિર્ભર માધ્યમિક શાળાના કન્વીનર શ્રી પ્રદીપભાઈ .ઓ .શેઠ સાહેબે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. શાળાના રમોત્સવમાં ખેલાડીઓએ ખૂબ સુંદર દેખાવ કર્યો હતો . તેમજ ધોરણ 6 થી 12 ના ખેલાડીઓ દ્વારા માર્ચ પાસ્ટ પરેડ તથા મશાલ પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું.. સ્વનિર્ભ શાળાના આચાર્યોએ પણ રમોત્સવનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું અને સર્વ શિક્ષક મિત્રોએ પણ સાથ સહકાર આપ્યો હતો તેમજ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લઈ આ રમોત્સવને સાર્થક બનાવ્યો હતો.