
દાહોદ શહેરના લઘુમતી વિસ્તારમાં યોજાયેલ જનસભામાં ભાજપના કનૈયાલાલ કિશોરીને જબરદસ્ત આવકાર…
દાહોદ શહેરના લઘુમતી વિસ્તાર એવા કસબામાં યોજાયેલ જનસભામાં ભેગી થયેલી જન મેદનીની તસવીરો…
દાહોદ તા.29
દાહોદ 132 વિધાનસભા દાહોદના બીજેપીના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધેલ છે. જે અંતર્ગત ગતરો દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં લઘુમતી વસ્તી ધરાવતા વિસ્તારમાં પ્રચાર અર્થે યોજાયેલા જન સંવાદ કાર્યક્રમમાં બીજેપીના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી, નગરપાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો, શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ બીજેપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તે. આ જનસવાદ કાર્યક્રમમાં લઘુમતી વિસ્તારની મહિલાઓ, પુરુષો બાળકો તેમજ વૃદ્ધોએ કનૈયાલાલ કિશોરીને ભવ્ય રીતે આવકાર્યો હતો.સાથે સાથે આગામી ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાવા માટે આશીર્વાદ તેમાં શુભેચ્છાઓ નો વરસાદ કર્યો હતો. તેમજ પાંચમી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાનમાં કમળના નિશાન પર બટન દબાવી કનૈયાલાલ કિશોરીને જંગી બહુમતી જીતાવવા માટે આશ્વાસન આપ્યું હતું…