
દાહોદ તાલુકાના જાલત ખાતે યોજાયેલ જન સંવાદ કાર્યક્રમમાં ગ્રામજનોએ “ખીલશે દાહોદમાં કમળ વિકાસ થશે હવે પ્રબળ” ના નારા સાથે કનૈયાલાલ કિશોરીને જંગી બહુમતીથી જીતાડવા આશીર્વાદ આપ્યા
દાહોદ તા.29
દાહોદ 132 વિધાનસભા દાહોદના બીજેપીના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પૂર દિવસમાં પ્રચાર શરૂ કરી દીધેલ છે. જે અંતર્ગત જાલત ખાતે પ્રચાર અર્થે યોજાયેલા જન સંવાદ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો તેમજ
ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તે. આ જનસવાદ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ સ્થાનિકોએ ખીલશે દાહોદમાં કમળ વિકાસ થશે હવે પ્રબળના નારા સાથે કનૈયાલાલ કિશોરીને આશીર્વાદ તેમાં શુભેચ્છાઓ નો વરસાદ કર્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈએ કનૈયાલાલ ને જંગી
બહુમતીથી વિજય બનાવવાના નિર્ધાર સાથે મક્કમ રહી આગામી પાંચમી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાના મતદાનમાં કચકચાવીને કમળના નિશાન પર બટન દબાવી કનૈયાલાલ કિશોરીને જંગી બહુમતી જીતાવવા માટે મન બનાવી લીધું છે.