
દાહોદ 132 વિધાનસભા મત વિસ્તારમાં કનૈયાલાલ કિશોરી તેમજ મધ્ય પ્રદેશના મંત્રી સહિત મહિલા મોરચા દ્વારા પ્રચાર દરમિયાન અભૂતપૂર્વ જન સમર્થન પ્રાપ્ત..
કનૈયાલાલ કિશોરીએ પાંચ વર્ષ દરમિયાન એક હોદ્દેદાર તેમજ કાર્યકર્તા ના નાતે પ્રજાલક્ષી કામો ના ફળ સ્વરૂપ આંખે ઉડીને વળગે એવું ઠેર-ઠેર આવકાર સાપડ્યું
દાહોદ 132 વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીના સમર્થનમાં મધ્યપ્રદેશના માનનીય મંત્રી તુલસીરામ શિલાવટ, તેમજ સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચા દ્વારા આજરોજ દાહોદ તાલુકાના જુદા જુદા ગામોમાં જન સંવાદ કાર્યક્રમ તેમજ, ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળ્યા હતા જ્યાં ઠેર ઠેર મહિલાઓ પુરુષો વૃદ્ધ દ્વારા ઠેર ઠેર આવકારવામાં આવ્યા હતા. કનૈયાલાલ કિશોરીને પ્રચાર દરમિયાન ઠેર ઠેર સમર્થન પ્રાપ્ત થતાં પ્રચારમાં નીકળેલા કનૈયાલાલ કિશોરી તેમજ હોદ્દેદારો તથા મહિલા મોરચા ભરપુર ઉત્સાહમાં જોવા મળ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલ નજીક આવી રહી છે. બીજા તબક્કાના પાંચમી ડિસેમ્બરના મતદાનને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ બેઠકો પર બીજેપી દ્વારા પ્રચાર કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. વધુમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવી જનસભા સંબોધી હતી ત્યારબાદ મતદારો તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમાં ખાસ કરીને દાહોદ વિધાનસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ સંગઠનના હોદ્દેદારો તેમજ
કાર્યકર્તાઓમાં એક પ્રકારનું જોમ મને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ના પગલે આજરોજ મધ્યપ્રદેશની સરકારમાં મંત્રી તુલસીરામ શિલાવટ, 132 વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી, સંગઠનના શિર્ષ હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો, તેમજ કાર્યકર્તાઓએ દાહોદ
વિધાનસભામાં સમાવિષ્ટ દાહોદ તાલુકાના રામપુરા ખોડવા, નસિરપુર તરવાડિયા વજા, ભભોરી, તરવાડીયા હિમન, તરવાડીયા ભાવ, ગમલા, ચંદવાણા, ઇટાવા બાંડીબાર લીમડાબરા સહિતના ગામોમાં ડોર ટુ ડોર પ્રચાર તેમજ જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કનૈયાલાલ કિશોરીને પ્રચાર પ્રસાર દરમિયાન અભૂતપૂર્વ જન સમર્થન પ્રાપ્ત થતાં દાહોદ વિધાનસભા નું ચિત્ર અને સમીકરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા તેમજ કનૈયાલાલ કિશોરીની પ્રચાર કરવાની ઢબ તેમજ દાહોદ તાલુકા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સંગઠનના હોદ્દેદાર તેમજ એક કાર્યકર્તા ની જેમ લોકોના કામ કર્યા છે તેને જોઈ દાહોદ તાલુકાના ઉપરોક્ત ગામોમાં તેઓને ઠેર ઠેરઅભૂતપૂર્વ જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. જે આંખે ઉડીને વળગે એવું છે.