
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી.. ના નારા સાથે 132 દાહોદ વિધાનસભા બેઠક પર મહિલા મોરચાએ પ્રચારની કમાન સંભાળી..
મહિલા મોરચા દ્વારા પ્રચાર દરમિયાન આ વખતે કનૈયાભાઇની જીત પાકીના ભરોસા સાથે લોકોનો ઠેર ઠેર આવકાર
દાહોદ તા.22
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારના પ્રચાર પસાર વેગવંતો બની રહ્યો છે.જેમાં 132દાહોદ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. કનૈયાલાલ કિશોરીએ છેલ્લા બે દિવસમાં દાહોદ તાલુકાની , બાવકા, જાલત, ઉચવાની આ જિલ્લા
પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સેકડો કાર્યકર્તાઓ સાથે બુથ લેવલ, પેજ પ્રમુખ સમિતિઓ ડોર ર ટુ ડોર પ્રચાર તેમજ જન સંવાદ કાર્યક્રમ થકી ઝંઝાવત પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી ના પ્રચારમાં હવે મહિલાઓ પણ આગળ આવી હોય તેમ દાહોદ વિધાનસભા સીટ ના જુદા જુદા ગામોમાં મહિલા મોરચાની ટીમે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી.. ના નારા સાથે પ્રચારની કમાન સંભાળી લીધી છે. મહિલા મોરચા દ્વારા કનૈયા કિશોરીના પ્રચાર પ્રસાર કામગીરી દરમિયાન દરેક ગામોમાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. મહિલા મોરચા દ્વારા દરેક મહિલાઓને ડોર ટુ ડોર પ્રચાર કરી આગામી પાંચમી ડિસેમ્બરના રોજ કચકચાવીને કમળના નિશાન પર બટન દબાવી કનૈયાલાલ કિશોરીને વિજય બનાવવા હાકલ કરી હતી. ત્યારે સામેથી ઠેર ઠેર ગ્રામજનો દ્વારા આ વખતે કનૈયાલાલ ની જીત પાકી છે.. તેમ જણાવી આ વખતે પહેલા કમળના નિશાન પર બટન દબાવી મતદાન કર્યા બાદ જલપાન કરવાની કેટલાક ગામોમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે.