
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં રહેણાંક સોસાયટીમાં એક ઈસમ દ્વારા સોસાયટીના કોમન પ્લોટ તેમજ જાહેર રસ્તા પર કર્યું દબાણ:સોસાયટીના રહીશોની સામુહિક રજૂઆતને પગલે દબાણ તોડવા હુકમ કરાયો..
સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કર્યા બાદ લેન્ડ ગ્રે્બિંગનો ગુનો દાખલ કરવા સામુહિક રજૂઆત કરાઈ…
જિલ્લા સ્વાગત,કલેક્ટર,સીટી સર્વે કચેરી, જિલ્લા પોલીસવડા,તાલુકો વિકાસ અધિકારી,મામલો કોર્ટ કમિશન સુધી પહોંચ્યો
દાહોદ તા.15
દાહોદ શહેરની તદ્દન નજીક આવેલી રહેણાંક સોસાયટીમાં રેલવેના નિવૃત અધિકારી દ્વારા સોસાયટીના કોમન પ્લોટ તેમજ જાહેર રસ્તામાં દબાણ કર્યા હોવાના અક્ષેપો સાથે સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ મામલે વિરોધ નોંધાવી સામૂહિક રીતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા રેલવેના અધિકારીએ ગેરકાયંત્ર રીતે દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સાથે સાથે દબાણ દૂર કરવા TDO ને હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ રેલ્વેના નિવૃત અધિકારી
અને તેમના પત્ની એ આ મામલે કોર્ટ કમિશનની માંગ કરવામાં આવતા કોર્ટ કમિશનના કર્મચારીઓએ સ્થળ પર આવી સમગ્ર મામલા માટેનો એક રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેર થી તદ્દન નજીક આવેલા ગલાલિયાવાડ સાંઈ દર્શન સોસાયટીના રહેવાસી બિંદુબેન છત્રીય દ્વારા જણાવ્યા અનુસાર રેલવેના નિવૃત અધિકારી આઈ.ડી મિશ્રા અને તેમના પત્ની વિભાબેન ઇંદ્રજીત મિશ્રા સોસાયટીમાં મકાનના બાંધકામ માટે જમીન લીધી હતી. ત્યારે આ સોસાયટીમાં નિર્માણ પહેલા રસ્તા તેમજ કોમન પ્લોટ માટે
જગ્યા છોડવામાં આવી હતી. તે નગર નિયોજક નકશામાં દર્શાવેલ છે જોકે આઈ. ડી. મિશ્રા દ્વારા જમીનમાં બાંધકામ સમયે સોસાયટીના રસ્તા તેમજ કોમન પ્લોટની જગ્યામાં બાંધકામ કરી દબાણ ઊભું કરતા તેમની જ સોસાયટીની બિંદુબેન અરવિંદ કુમાર છત્રીય તેમજ અન્ય 19 જેટલા મકાન માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ મામલે આઈ.ડી. મિશ્રા તેમજ઼ વિભાબેન ઇંદ્રજીત મિશ્રા ને કહેતા તેઓએ પોતાની મનમાની ચલાવી હતી. અને ખુલ્લા પ્લોટ અને રસ્તાની જમીનમાં ગેરફાયદો સર દબાણ ઊભું કરી દીધું હતું. ત્યારબાદ આ મામલામાં સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા પોલીસવડા, પ્રાંત અધિકારી, કલેકટર, તાલુકા વિકાસ અધિકારી, સીટી સર્વે ઓફિસમાં લેખિત રજૂઆત કરી હતી.સાથે સાથે બને વિરુદ્ધ જિલ્લા સ્વાગત તેમજ લેન્ડ ગ્રે્બિંગ અંતર્ગત ગુનો દાખલ કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ મામલે તપાસના હુકમ બાદ સીટી સર્વે ઓફિસ દ્વારા જમીનની માપણી હાથ ધરાતા આઈડી મિશ્રાએ 22.18 સ્ક્વેર મીટર ગેરકાયદેસર દબાણ ઊભું કરાયું હોવાનું સામે આવતા સીટી સર્વે કચેરી દ્વારા તારીખ 27/07/2022 ના રોજ ગેરકાયદેસર દબાણ દૂર કરવા. . ટીડીઓને હુકમ કરતા સમગ્ર મામલામાં ગરમાવો જોવા મળ્યો હતો. જોકે દિવસો વીત્યા છતાય સોસાયટીના નાગરિકો દ્વારા પુનઃ અરજી કરી હતી. જેમાં આઈડી મિશ્રા તેમજ વિભા બેન ઈંદ્રજિત મિશ્રા દ્વારા કોર્ટ કમિશનમાં અરજી કરતા કમિશનના બે કર્મચારીઓ ગઈકાલે સ્થળ પર આવ્યા હતા અને તેઓએ ગેરકાયદેસર દબાણ અંગે પંચની હાજરીમાં રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખની છે કે લેન્ડગ્રે્બિંગ અંતર્ગત ગુનો દાખલ કરવા સોસાયટીના રહીશો દ્વારા સામુહિક અરજી કરતા કલેક્ટરશ્રીએ આ મામલામાં નિષ્પક્ષ તપાસ કરી ઘેર કદાચ દબાણ ઊભું થયું હોય તો લેન્ડ ગ્રેમીંગ નો ગુનો દાખલ કરવા સહિતની યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને મોકલી આપ્યો હતો.જ્યાં હાલ જિલ્લા પોલીસવાળા પાસે હાલ આ મામલો પેન્ડિંગમાં છે. ત્યારે ગેરકાયદેસર દબાણ દૂર કરી કાર્યવાહી કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે.