
ટીમ દાહોદ લાઈવ :-કલ્પેશ શાહ, શબ્બીર સુનેલવાલ, રાહુલ ગારી,ઈરફાન મકરાણી, ગૌરવ પટેલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાસંગ્રામ.. દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર 19 ફોર્મ ભરાયા…
ભાજપ કોંગ્રેસ આમાંથી પાર્ટી તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારોએ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી નામાંકન દાખલ કર્યા..
દાહોદ તા.15
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 નો રંગ પ્રજા માનસમાં જામતો જાય છે. અનેક અસમંજસ અને અટકળો વચ્ચે ઉમેદવારી પત્રો ભરવાના દ્રિતીય દિવસે દાહોદ જિલ્લાની 6 બેઠકો માટે 18 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ ચૂંટણી મેદાનમાં કુલ 19 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 132 દાહોદ વિધાનસભા બેઠક પર આજે ભરાયેલા ઉમેદવાર પત્રો પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વજુભાઈ પણદા ભાજપના કનૈયાલાલ કિશોરીએ, આમ
આદમી પાર્ટીના ડો. દિનેશભાઈ મુનિયા, બીટીપીના દેવેન્દ્રભાઈ મેડા પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસ પહોંચી પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.
ગરબાડા આમ આદમી પાર્ટીના ૧૩૩ વિધાનસભાના બીજા દિવસે શૈલેષભાઈ કનુભાઈ ભાભોર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં હવે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરવાની તૈયારીમાં જોતરાયા છે . ત્યારે બીજા ચરણમાં આવતા ગરબાડા વિધાનસભામાં પણ 133 મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષભાઈ કનુભાઈ ભાભોર દ્વારા બળદ ગાડામાં આદિવાસી પહેરવેશ તેમજ પાઘડી પેહરી હાથમાં તિરંગો લઈ આકર્ષક લૂકમાં ભારે જનમેદની સાથે વાજતે ગાજતે ગરબાડા નગરમાં રેલી કાઢી ગરબાડા મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું અને આમ આદમી પાર્ટી ભારે બહુમતીથી ગરબાડા મત વિસ્તારમાં વિજયી બનશે તેમ જણાવ્યું હતું . તે પછી બહુજન સમાજ પાર્ટીના ધૂળાભાઈ દીતાભાઇ ભાભોર દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. આમ ગરબાડામાં મંગળવારે બે ઉમેદવારી પત્ર ભરાયા હતાં.ત્યારે ગઈકાલે કોંગ્રેસના ચંદ્રિકાબેન બારીયાએ નામાંકન દાખલ કર્યોં હતા.
લીમખેડા વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરવામાં આવ્યા હતા.જેમાં શૈલેષભાઈ ભાભોર દ્વારા સિંગવડ ભમરેચી માતાના મંદિરેથી આરતી ઉતારીને દર્શન કરીને તેમના ટેકેદારો તથા કાર્યકરો સાથે રંધીપુર થી ડીજે તથા ઢોલ નગારા સાથે ગાડીઓના કાફલા સાથે લીમખેડા મુકામે પહોંચ્યા હતા ત્યારે ત્યાં બહુ મોટી જનમેદની ભેગી થઈ હતી અને ત્યાં દાહોદના સાંસદ જશવંત સિંહ
ભાભોર દેવગઢ બારીયા ના વિધાનસભાના ઉમેદવાર બચુભાઈ ખાબડ માજી ધારાસભ્ય વિંછીયાભાઈ ભુરીયા તથા ઘણા કાર્યકર્તાઓ ભેગા થયા હતા ત્યાંથી ચાલતા ચાલતા પ્રાંત ઓફિસે પહોંચ્યા હતા ને ત્યાં જઈને પ્રાંત સાહેબને ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું.તેવી જ રીતે લીમખેડા વિધાનસભા માટે આમ આદમી પાર્ટીમાંથી નરેશભાઈ બારીયા દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું.જ્યારે નરેશભાઈ બારીયા દ્વારા સિંગવડ ભમરેજી માતાના મંદિરેથી દર્શન કરી ને સિંગવડ બજારમાં લોક સંપર્ક કરતા તને લોકોનો
આશીર્વાદ લેતા તેમના ટેકેદરો તથા કાર્યકરો સાથે સિંગવડ થી ડીજે તથા ઢોલ નગારા સાથે ગાડીઓના કાફલા સાથે લીમખેડા મુકાને પહોંચ્યા હતા અને હાથીદરા મંદિરના મેદાનમાં 131 વિધાનસભાના કાર્યકરો એકઠા થયા હતા ત્યાર પછી ત્યાંથી કાર્યકરો સાથે ચાલતા ચાલતા પ્રાંત ઓફિસ લીમખેડા ખાતે પહોંચીને લીમખેડા પ્રાંત ઓફિસને તેમનું ફોર્મ આપવામાં આવ્યું હતું જ્યારે આપવામાં તેમના પિતા પુનાભાઈ જેસીંગભાઇ બારીયા પણ હાજર રહ્યા હતા.
ફતેપુરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ તેમજ આમદની પાર્ટી એ ફોર્મ ભર્યા...
129 ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઇ મછારે ઉમેદવારી પત્ર ભરવા માટે મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.129 ફતેપુરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દીતાભાઈ મછાર વિધાનસભાના સભ્ય તરીકેનું ઉમેદવારી પત્ર મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર મધ્યાન ભોજન યોજના ફાલ્ગુનભાઈ પંચાલને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું જ્યારે બીજું ઉમેદવારી પત્ર કોંગ્રેસના ડમી તરીકે ઘનશ્યામભાઈ દીતા ભાઈ
મછાર નું રજુ કરવામાં આવ્યું હતું. 129 ફતેપુરા વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર ઉમેદવાર ગોવિંદભાઈ દલાભાઈ પરમાર દ્વારા ઉમેદવારી પત્ર ભરવા માટે મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.129 ફતેપુરા વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર ઉમેદવાર ગોવિંદભાઈ દલાભાઈ પરમાર વિધાનસભાના સભ્ય તરીકેનું ઉમેદવારી પત્ર મામલતદાર કચેરીમાં આવીને ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી મધ્યાન ભોજન યોજના ફાલ્ગુનભાઈ પંચાલને ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું..
ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાનો બીજા દિવસે ઝાલોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ડોક્ટર મિતેશ ગરાસીયા,આદિત ગરાસિયાએ ફોર્મ રજુ કર્યા હતા.
દેં.બારીયા વિધાનસભા બેઠક પર બીજા દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યા...
દેં.બારીયા બેઠક પર ગઈકાલે બીજેપીના બચુભાઈ ખાબડે સમડી સર્કલ ખાતે જન સભાને સંબોધી હતી તેમજ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી નામાંકન દાખલ કર્યું હતું ત્યારે આજે આમ આદમી પાર્ટીના ભરત વાખલાએ વિશાળ જનમેદનીની સાથે નામાકન દાખલ કર્યું હતું.