Monday, 14/07/2025
Dark Mode

નશાનું વાવેતર…દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ SOG પોલીસે છાપો મારી 25 લાખ ઉપરાંતનો ગાંજો ઝડપ્યો..

November 15, 2022
        1901
નશાનું વાવેતર…દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ SOG પોલીસે છાપો મારી 25 લાખ ઉપરાંતનો ગાંજો ઝડપ્યો..

નશાનું વાવેતર…દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ SOG પોલીસે છાપો મારી 25 લાખ ઉપરાંતનો ગાંજો ઝડપ્યો..

દાહોદ તા.૧૫

દાહોદ જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ત્રણ ખેતરોમાંથી ગેરકાયદે વાવેલ લીલા ગાંજાના છોડનો કુલ રૂા.૨૫,૫૯,૨૫૦ના જથ્થા સાથે ત્રણ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 

નશાનું વાવેતર...દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ SOG પોલીસે છાપો મારી 25 લાખ ઉપરાંતનો ગાંજો ઝડપ્યો..

પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાબ ગામે બોડી ડુંગર ફળિયામાં રહેતાં ચંદુભાઈ અભેસિંહભાઈ બારીયાના ખેતરમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં ખેતરમાં વાવેલ ગેરકાયદે લીલા ગાંજાના છોડ નંગ. ૫૨ જેનું કુલ વજન ૧૨૭ કિલો ૫૦૦ ગ્રામ કિંમત રૂા. ૧૨,૭૫,૦૦૦ના જથ્થા સાથે પોલીસે ચંદુભાઈની અટકાયત કરી આ સંબંધે દાહોદ એસ.ઓ.જી. પોલીસે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નશાનું વાવેતર...દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ SOG પોલીસે છાપો મારી 25 લાખ ઉપરાંતનો ગાંજો ઝડપ્યો..

બીજાે બનાવ ગરબાડા તાલુકાના નળવાઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસે નળવાઈ ગામે રહેતાં રામસીંગભાઈ શકરાભાઈ નળવાયાના ગામમાં આવેલ ખેતરમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ખેતરમાંથી ગેરકાયદે વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ. ૪૪ જેનુ વજન ૨૮ કિલો ૬૪૦ ગ્રામ કિંમત રૂા. ૨,૮૬,૪૦૦ના જથ્થા સાથે પોલીસે રામસીંગભાઈની અટકાયત કરી ગરબાડા પોલીસ મથકે દાહોદ એસ.ઓ.જી. પોલીસે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના વડભેટ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસે વડભેટ ગામે સિમોડા ફળિયામાં રહેતાં મગનભાઈ સાંકળાભાઈ કોળી (બારીયા) ના ગામમાં આવેલ ખેતરમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ખેતરમાંથી ગેરકાયદે વાવેતર કરેલ ગાંજાના લીલા છોડ નંગ.૭૭ વજન ૯૯ કિલો ૭૮૫ ગ્રામ કિંમત રૂા.૯,૯૭,૮૫૦ના જથ્થા સાથે મગનભાઈની અટકાયત કરી દાહોદ એસ.ઓ.જી. પોલીસે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!