
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અનુલક્ષીને દે.બારિયા તેમજ ગરબાડા બેઠક પર ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરાયા…
દે.બારીયા વિધાનસભા પર ભાજપ તેમજ ગરબાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની મહિલા ઉમેદવારે સાત અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું..
દાહોદ તા.14
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લાની 6 બેઠકો પર ગુજરાતમાં તબક્કામાં મતદાન યોજાશે.જેમાં પહેલી તારીખે અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે.ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જે પૈકી એક બેઠક ઉપર કોંગ્રેસ બેઠક ઉપર ભાજપે ઉપર, તેમજ અન્ય એક મળી રાજકીય પક્ષોના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા.જેમાં આજે કુલ બે ઉમેદવારો દ્વારા તેમજ પાંચ ઉમેદવારોએ ડમી ફોર્મ મળી આઠ ફોર્મ ભરવામાં આવ્યા છે
દાહોદ જિલ્લામાં 6 વિધાનસભા બેઠકો પૈકી 134 દે.બારિયા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને જુના જોગી બચુભાઈ મગનભાઈ ખાબડ ફોર્મ કરી નામાંકન દાખલ કર્યું હતું.તેમજ ડમી ફોર્મ રાઠવા અમરસિંહ જેસીંગ ભાઈએ પ્રાંત અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું.તેવી જ રીતે 129 ગરબાડા બેઠક પર કોંગ્રેસ પ્રત્યે ચંદ્રિકાબેન બારીયાએ ફોર્મ રજુ કર્યું હતું.અને ઉમેદવારી પત્ર પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કર્યો હતો.તેની સાથે સાથે તેમના પુત્ર ભૈરવ છગનભાઈ બારીયાએ
ઉમેદવારી પત્ર પ્રાંત અધિકારીને સુપર્દ કરી હતી.જે બાદ પ્રાંત અધિકારી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે બંને વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના બાહુબલી ઉમેદવારોમાં દે.બારીયાના બચુભાઈ ખાબડે સમડી સર્કલ પર દાહોદના સાંસદ જશવંતસીંગ ભાભોર જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલીયાર તેમજ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓની સાથે મળી વિશાળ જનસભાને સંબોધી હતી. તેમજ રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરી પ્રાંત અધિકારીની કચેરીએ ફોર્મ ભરવા માટે ગયા હતા. તેવી જ રીતે કોંગ્રેસના બાહુબલી મહિલા ઉમેદવાર સાથે રેલી સ્વરૂપે નીકળી શક્તિ પ્રદર્શન કર્યું હતું.અને પ્રાંત અધિકારી સામે ઉમેદવારી પત્ર ભરી નામાંકનપત્ર દાખલ કર્યો હતો