
દાહોદ નજીક બાઈક ચાલકને બચાવવાં જતા રેતી ભરેલો ટ્રક રોડની સાઈડમાં ઉતરી પલટી માર્યો:ચાલકનો આબાદ બચાવ….
દાહોદ તા.13
દાહોદ શહેરથી નજીક મુવાલિયા ક્રોસિંગ નજીક હાઇવે પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં રેતી ભરેલો ટ્રક રોડની સાઈડ પરથી નીચે ઉતરી પલટી મારી ગયો હતો. જોકે આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની ન બનતા કોઈએ રાહતનો સાંસ લીધો હતો.
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણથંબી વણઝાર છે. વાહન ચાલકોની ગફરત તેમજ પૂર ઝરપના કારણે અવારનવાર માર્ગ અકસ્માતના બનાવો બનતા રહે છે. તારે આવો જ એક વિચિત્ર માર્ગ અકસ્માત નો બનાવ દાહોદ શહેર થી નજીક મુવાલિયા ક્રોસિંગ નજીક હાઇવે પર આજરોજ બપોરના સમયે બનવા પામ્યો હતો. જેમાં ગોધરા થી દાહોદ તરફ આવતો રેતી ભરેલો ટ્રક પોતાની દિશામાં આગળ વધી રહ્યો હતો તે સમયે સિમેન્ટ નો ગોળો વચ્ચે આવી જતા તેના તદ્દન નજીક બાઇક ચાલક પોતાની બાઇક બેફિકરાઈ ભર્યું હંકારી લાવી રેતી ભરેલા ટ્રક સામે આવી ગયો હતો. જોકે સમય પારખી ગયેલા પ્રીતિ ભરેલા ટ્રકના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બાઈક ચાલકને બચાવવા માટે પોતાનો કબજાનો રેતી ભરેલો ટ્રક રોડની સાઈડમાં ઉતારતા ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો.જેના પગલે આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા.જોકે બપોરના સમયે બનેલા આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની ન બનવા પામતા ઘટના સ્થળે ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો..