
શબ્બીર સુનેલવાલા, ફતેપુરા
દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણીને મિટિંગ રાખવામાં આવી હતી
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને દાહોદ લોકસભા પ્રભારી વિનોદ દાદા પાઠક ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ તા.૧૨-૧૧-૨૦૨૨ શનિવાર ના રોજ બપોરે ૩.૩૦ કલાકે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય પર આવનાર વિધાનસભાની ચુંટણી લગતી મીટીંગ રાખવામાં આવી હતી જેમાં ઉપસ્થિત દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદભાઈ નીનામા,દાહોદ લોકસભા પ્રભારી વિનોદ દાદા પાઠક,એ.આઈ.સી.સી.સેવાદળ પ્રભારી કલ્પના ભટનાગર,દાહોદ શહેર પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર,દાહોદશહેર કાર્યકારી પ્રમુખ આસિફભાઈ સૈયદ,દાહોદ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રૂપાલીબેન પરમાર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શિતલબેન ડામોર, વોર્ડ પ્રમુખો, તથા કોંગ્રેસના કાર્યકર ભાઈઓ / બહેનો સૌ દાહોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ફ્રન્ટલો,સેલ ડીપાર્ટમેન્ટ નાં હોદ્દેદારો અને કાર્યકર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહયા હતા.