Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના ગલાલીવાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો..

November 7, 2022
        4459
દાહોદ તાલુકાના ગલાલીવાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે  એક ઝડપાયો..

રાજેશ વસાવે, દાહોદ 

 

 

દાહોદ તાલુકાના ગલાલીવાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો..

 

 

દાહોદ તા.૦૭

 

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી ૭,૫૦૦ રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો હતો.

 

દાહોદ રૂલર પોલીસ તારીખ ૫-૧૧-૨૦૨૨ ના રોજ બપોરના ૦૩ઃ૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદના ગ્લાલિયાવાડ વિસ્તાર ખાતે પેટ્રોલિંગ કરી રહેતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે ગલાલીયાવાડ સારસા તળાઈ ફળિયામાં રહેતો નિરમા ભાવસિંગ બિલવાલ તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું છૂટક વેચાણ કરે છે તેવી બાતમી આધારે પોલીસે ગ્લાલિયાવાડ સારસા તળાઈ ફળિયામાં તેના રહેણાંક મકાનમાં રેડ કરતા દાહોદ પોલીસને તે ઘરમાં સંતાડી રાખેલું ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ ૩૧ જેટલી થેલામાં ભરેલી મળી આવી હતી જેની કિંમત ૭,૫૦૦ રૂપિયાના વિદેશી દારૂ સાથે છૂટક દારૂનું વેચાણ કરતાં નીરમા સુનિલ બિલવાલની અટકાયત કરી તેની સામે પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!