
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતા કલેક્ટરશ્રી સહિતના કર્મયોગીઓ
દાહોદ, તા. ૨ :
મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું કલેકટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના પ્રાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. દિવંગત આત્માઓની શાંતિ માટે અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ પ્રાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે.
કલેકટર કચેરી ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, સહિતના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહીને બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.