Tuesday, 01/07/2025
Dark Mode

આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાહોદ વિધાનસભા સીટ પર પૂનમ નીનામા ની પ્રબળ દાવેદારી…

November 2, 2022
        859
આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાહોદ વિધાનસભા સીટ પર પૂનમ નીનામા ની પ્રબળ દાવેદારી…

રાજેન્દ્ર શર્મા,દાહોદ લાઇવ ડેસ્ક 

 

 

આગામી વિધાનસભાની ચૂંટણીમાં દાહોદ વિધાનસભા સીટ પર પૂનમ નીનામા ની પ્રબળ દાવેદારી…

 

દાહોદ તા.૨૯

 

આગામી વિધાનસભાની ચુંટણીમાં દાહોદ જિલ્લામાં ચુંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષ જાેતરાઈ ગયો છે ત્યારે દાહોદ વિધાનસભાની વાત કરીએ તો દાહોદ વિધાન સભામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં નવા ચહેરાની અટકળો પુરજાેશમાં ચાલી રહી છે અને દાહોદની જનતા પણ ઈચ્છી રહી છે કે દાહોદ વિધાન સભાની સીટમાં નવા ચહેરાને પ્રભુત્વ અપાય તેવી લાગણી અને માંગણી દાહોદના લોકોમાં ઉઠવા પામી છે જેમાં ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષાેથી સંકળાયેલા એવા જિલ્લા આદિજાતિ મોર્ચા મંત્રી પુનમભાઈ નિનામા પાર્ટીમાં સદંતર સક્રિય રહેતા નજરે પડી રહ્યાં છે અને તેઓને આ વખતે દાહોદ વિધાનસભાની સીટ ટીકીટ આપવામાં આવે તેવી આશા સેવી રહ્યાં છે. પુનમભાઈ નિનામા જિલ્લા આદિજાતિ મોર્ચાના મંત્રીની સાથે સાથે બજરંગ દળના ૨૦૦૨ની સાલમાં પ્રમુખ પણ રહી ચુક્યાં છે ત્યાર બાદ ૨૦૦૫થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય ભુમીકા પણ ભજવી રહ્યાં છે. પુનમભાઈ નિનામા તમામ સમાજમાં તેઓનું આગવું સ્થાન અને પ્રતિષ્ઠા પણ ધરાવે છે. તમામ સમાજના ધાર્મિક પ્રસંગો, સામાજીક પ્રસંગો સહિત દરેક સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં પુનમભાઈ નિનામાની ઉપસ્થિત ચોક્કસ રહેતી હોય છે. દાહોદ શહેરની વાત કરીએ તો, દાહોદ શહેરમાંથી સૌ પ્રથમ વખત સ્થાનીક ઉમેદવારે પણ આ વખતની વિધાન સભાની ચુંટણીમાં રસ દાખવ્યો છે. દાહોદ વિધાનસભા નો ઈતિહાસ જાણીએ તો ૨૦૦૫માં ભીટોડીના ઝીથરાભાઈ ચુંટણીમાં હારી ગયાં હતાં ત્યાર બાદ ૨૦૧૨ની ચુંટણીમાં ખજુરીયાના નગરસીંગ પલાસ ચુંટણી હારી ગયાં હતાં. ૨૦૧૭માં ચોસાલાના કનૈયાલાલ કિશોરી ચુંટણી લડ્યા હતા. પણ તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ સમાજની અને શહેરવાસીઓની સેવા તેમજ પાર્ટીની સેવામાં તેઓ નિરંતર પોતાની નિઃ સ્વાર્થ પણ ફરજ બજાવતાં રહ્યાં છે. કોઈપણ સમાજ હોય દરેક સમાજમાં તેઓની આગેવાની અચુક હોય છે. ખાસ કરીને પોતાના સમાજના લોકોના પડતર પ્રશ્નોની પડખે તેઓ હરહંમેશ ઉભા રહ્યાં છે. આ વખતે તેઓને ૨૩ સરપંચોનો ટેકો અને લઘુમતિ સમાજના આગેવાનો તરફથી પણ તેઓને ટેકો મળી રહ્યો છે. દરેક સમાજમાં પુનમભાઈ નિનામા પોતાનું આગવુ સ્થાન ધરાવે છે. આ વખતે કોઈ નવા ચહેરાને ભારતીય જનતા પાર્ટી તરફથી દાવેદારી આપવામા આવે તેમજ પુનમભાઈ નિનામાને ખાસ એક મોકો આપવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!