દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે જનજાગૃતિ અંગે રેલી યોજાઇ

Editor Dahod Live
1 Min Read

દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે જન જાગૃતિ અંગે રેલી યોજાઇ

દાહોદ તા.૧૦

તા.૧૦.૧૦.ર૦રરના રોજ વિશ્વ માનસિક આરોગ્ય દિવસ હોવાથી કોરોના મહામારી પછી માનસીક આરોગ્યને લઈ વૈશ્વિક સંકટ ઉભુ થયું અને પાગલપન જેવા માનસિક રોગ વિશે લોકોને જાગૃત કરવા અને સમયસર સારવાર કરાવાથી દર્દી સાજા થઈ શકે અને પરિણામે આત્મહત્યા જેવા બનાવો બનતા અટકાવી શકાય તે હેતુસર જન જાગૃત રેલી યોજી ગેરમાન્યતા દુર કરી, શરમ કે સંકોચ રાખ્યા વગર માનસીક બિમારીનો સામનો કરવા માટેની જાગૃત રેલી ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ, દાહોદના માનસિક રોગ વિભાગ દ્વારા પ્રોફે.(ર્ડા.)સંજયકુમાર ( ચીફ એક્ઝીક્ટીવ ઓફીસર)ના માર્ગદર્શન હેઠળ ર્ડા.ભરત હઠીલા(મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ), ર્ડા.સુનીતા સંજયકુમાર(ડેપ્યુટી મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ), પ્રકાશ પટેલ(જનરલ મેનેજર), ગોૈરાંગ પટેલ જેવા અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા તથા માનસિક રોગ નિષ્ણાંત ર્ડા. પુનમ મુનિયા, ર્ડા.દક્ષા ભુરીયા અને ઝાયડસ મેડીકલ કોલેજના એમબીબીએસ સ્ટુડન્ટ દ્વારા સાઈકલ રેલી યોજી વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ઉજવણી કરી.

Share This Article