
ઝાલોદ તાલુકાના વરોડ ગામે બાઈક પર આવેલા લંપટ યુવાનોએ રસ્તે ચાલતી યુવતી જોડે ખેંચતાણ કરી ખેતરમાં લઇ જઈ છેડતી કર
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે એક ૨૧ વર્ષીય યુવતી ભર બપોરે રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે સમયે મોટરસાઈકલ પર આવેલ બે ઈસમોએ યુવતીને ખેંચતાણ કરી નજીકના ખેતરમાં લઈ જઈ છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતી બપોરના ૧ વાગ્યાના આસપાસ વરોડ ગામેથી ચાલતી પસાર થઈ રહી હતી તે સમયે એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ અજયભાઈ વીરસીંગભાઈ સોલંકી અને ભાવેશભાઈ સોમાભાઈ સોલંકી (બંન્ને રહે. વરોડ, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાઓએ યુવતીની ખેંચતાણ કરી નજીકમાં આવેલ જુવારના ખેતરમાં લઈ જઈ ઈજ્જત લેવાની કોશિષ કરતાં યુવતીએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો આવી જશે, તેવા ડરથી ઉપરોક્ત બંન્ને ઈસમો નાસી જતાં આ સંબંધે છેડતીનો ભોગ બનેલ યુવતી લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————-