દાહોદ નજીક અનાસ નદીમાં જળસ્તર વધવાની આશંકાના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

 

 

દાહોદ નજીક અનાસ નદીમાં જળસ્તર વધવાની આશંકાના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા..

 

 

દાહોદ તા.૧૫

 

દાહોદ તાલુકામાં આવેલ અનાસ નદીમાં પાણી વધવાની શક્યતાઓ હોઈ નજીકના ગામોને દાહોદ તાલુકા તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

દાહોદ તાલુકામાં આવેલ અનાસ નદીમાં પાણીનો વધારો થઈ રહ્યો છે જેને પગલે તારીખ ૧૫મી સપ્ટેમ્બરના રોજ ડિઝાસ્ટર શાખાની સુચના મુજબ અનાસ નદીના આસપાસ આવેલ ગામો જેવા કે, ટાંડા, ખેંગ, ઝરીખુર્દ, સાલાપાડા, ઉંડાર ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે સાથે સાથે ગ્રામજનોને સતર્ક પણ કરવામાં આવ્યાં છે. સ્થાનીક સરપંચ અને તલાટીના સંપર્કમાં સતત દાહોદ તાલુકા વહીવટી તંત્ર છે અને અનાસ નદી પર સતત નજર પણ રાખી રહ્યું છે.

 

 

Share This Article