રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને દાહોદમાં લાગ્યું ગ્રહણ..!!
દાહોદમાં રેલવે પ્રીમાઈસીસમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જાહેરમાં લઘુ શંકા કરતા લોકો:અવરજવર કરતી મહિલાઓ શર્મસાર..
રેલવે વિસ્તારમાં જાહેર માર્ગ પર જ્યાં જુઓ ત્યાં ગંદકીનો સામ્રાજ્ય:જાહેરમાં લઘુશંકા કરતા લોકો…

દાહોદ તા.૧૫
દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં હાલ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે અને જાહેર માર્ગની સાઈડમાં આવેલ કચરાના ઢગલામાં ત્યાંથી પસાર થતાં લોકો જાહેરમાં લઘુશંકા જેવી ક્રિયાઓ કરતાં અહીંથી પસાર થતી મહિલાઓ સહિત લોકોને ભારે શર્મના સામના સાથે જાહેર માર્ગાે પરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે.
દાહોદમાં આવેલ પરેલ રેલ્વે રહેણાંક વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. રસ્તાની સાઈડમાં કચરો અને અસહ્ય ગંદકીએ માઝા મુકી છે. આવી ગંદકીમાં અહીંથી પસાર થતાં ઘણા લોકો લઘુશંકા કરી જતાં રહે છે અને ગંદકી વધુ ફેલાઈ રહી છે. ગંદકીના કારણે રોગચાળાનો ભય ફેલાઈ તેવો ભય પણ સ્થાનીકમાં ફેલાઈ રહ્યો છે બીજી તરફ લોકો જાહેરમાં રસ્તાની સાઈડમાં લઘુશંકા માટે ઉભા થઈ જતાં અહીંથી પસાર થતી મહિલાઓ અને અન્ય વ્યક્તિઓને શરમથી રસ્તા પરથી પસાર થવું પડે છે. ગંદકીના કારણે લોકોને મોંઢે રૂમાલ બાંધીને પણ પસાર થવું પડી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે રેલ્વે તંત્ર તેમજ દાહોદ વહીવટી તંત્ર દ્વારા દાહોદ પરેલ વિસ્તારમાં સ્વચ્છતા જાણવે તેવી લાગણી અને માંગણી સ્થાનીકોમાં ઉઠવા પામી છે.
