દાહોદ તાલુકાના છાપરી ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: ચાંદીની મૂર્તિઓ સોના ચાંદીના દાગીના મળી અડધા લાખની માલમતા પર હાથફેરો..
દાહોદ તા.૧૪
દાહોદ તાલુકાના છાપરી ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચાંદીની મુર્તિઓ, રોકડા રૂપીયા સહિત સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૫૪,૫૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ગત તા.૧૧મી સપ્ટેમ્બરના રોજ દાહોદ તાલુકાના છાપરી ગામે નિશાળ ફળિયામાં અંબા માતાજીના મંદિર પાછળ રહેતાં પુષ્પાબેન રાજુભાઈ પરમારના બંધ મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કર્યાેં હતો અને મકાનના બંધ મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ કબાટમાંથી ચાંદીની મુર્તિઓ નંગ. ૦૪, સોનાની ફોટો ફ્રેમ નંગ.૧, ચાંદીની પાયલ નંગ. ૪ જાેડી, ચાંદીનું કડું નંગ. ૧, એક સોનાની ચેઈન તથા એક સોનાનો મંગળસુત્ર તથા કાનની બુટ્ટી નંગ. ૧ તેમજ રોકડા રૂપીયા ૫,૦૦૦ મળી કુલ રૂા. ૫૪,૫૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી જતાં આ સંબંધે પુષ્પાબેન રાજુભાઈ પરમારે દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-
