Thursday, 03/04/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ આકાશી વીજળી પડતા ત્રણના મોત:2 ઈજાગ્રસ્ત….

September 10, 2022
        1732
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ આકાશી વીજળી પડતા ત્રણના મોત:2 ઈજાગ્રસ્ત….

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક

 

દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ આકાશી વીજળી પડતા ત્રણના મોત:2 ઈજાગ્રસ્ત….

દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ આકાશી વીજળી પડતા ત્રણના મોત:2 ઈજાગ્રસ્ત....

ઝાલોદ તાલુકાના ચણાસર અને પાવડી કાળીગામ ગામે વીજળી પડતા બે પુરુષ એક મહીલાનો સમાવેશ:બે મહિલા ઈજાગ્રસ્ત…

દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ આકાશી વીજળી પડતા ત્રણના મોત:2 ઈજાગ્રસ્ત....

ઝાલોદ તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ..

 

ઝાલોદ ચણાસરના એક વ્યક્તિ ખેતર નજીક ઉભા રહેતા વીજળી પડતા મોત 

 

પાવડી ગામે બકરા ચરવતા ઇસમ ઉપર પણ વીજળી પડતા મોત.

 

કાળીગામ ખાતે એક મહીલા ઉપર વીજળી પડતા સારવાર દરમ્યાન મોત: અન્ય બે મહિલાઓ ઇજાગ્રસ્ત..

 

દાહોદ જિલ્લામાં વીજળી પડવાથી કુલ ત્રણના મોત:બે ઈજાગ્રસ્ત..

 

દાહોદ શહેરના ઉકેડી રોડ પર એક મકાન પર વીજળી પડતા મકાન ક્ષતિગ્રસ્ત…

 

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ આકાશી વીજળી પડતા ત્રણના મોત:2 ઈજાગ્રસ્ત....

દાહોદ જિલ્લામાં આજરોજ બપોર સમયે વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદી ઝાપટું પડતાં દાહોદ શહેર તેમજ ઝાલોદ તાલુકામાં ત્રણ સ્થળો મળી કુલ ચાર સ્થળોએ આકાશી વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.જયારે એક મકાન ક્ષતિગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.

 

છેલ્લા બે દિવસથી દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવા સમયે ગતરોજ દાહોદ જિલ્લામાં એક વ્યક્તિ અને બે મુંગા પશુઓ ઉપર આકાશી વીજળી પડતાં મોત નીપજ્યું હતું ત્યારે આજે પણ વીજળીના કડાકા ધડાકા સાથે બપોરના આશરે ૩ વાગ્યાના આસપાસ વરસાદ પડતાં દાહોદ શહેરના ઉકરડી રોડ પર આવેલા મકાનના ધાબા પર વીજળી પડતા મકાન છતીગ્રસ્ત થયું હતું.તેમજ ઝાલોદ તાલુકાના રણીયાર ચણાસર ગામે પોતાના ખેતરોમાં જંગલ નજીક પશુઓ ચરાવતાં કમલેશભાઈ મડીયાબાઈ ભાભોર ઉપર આકાશી વીજળી પડતા કમલેશભાઈનું મોત નીપજ્યું હતું ત્યારે બીજી તરફ ઝાલોદ તાલુકામાં ઘેટા ચરાવી રહેલ રબારી વિસાભાઈ ઉપર પણ વીજળી પડતાં તેઓનું પણ મોત નીપજ્યું હતું. ઝાલોદ તાલુકાના કાળીગામ ઈનામી ગામે રહેતા બે બહેનો સુમલીબેન કલ્પેશભાઈ ગણાવા અને કાન્તાબેન ભરતભાઈ નિનામા પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે બંન્ને બહેનો પર પણ આકાશી વીજળી પડતાં બંન્ને બહેનોને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સુમલીબેનનું મોત નીપજતાં પરિવાજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું ત્યારે કાન્તાબેન હાલ સારવાર હેઠળ છે.

 

સમગ્ર મામલે પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!