દાહોદમાં 53 વર્ષીય મહિલાને પોલીસકર્મીએ મોબાઈલ પર બિભસ્ત મેસેજો મોકલતા પોલીસ ફરિયાદ નોંધાઈ…

Editor Dahod Live
1 Min Read

દાહોદમાં 53 વર્ષીય મહિલાને પોલીસ કર્મીએ મોબાઈલ પર બિભસ્ત મેસેજો મોકલતા પોલીસ ફરિયાદ નોંધાઈ…

દાહોદ તા.૩૧

દાહોદ શહેરમાં રહેતી એક ૫૩ વર્ષીય મહિલાને એક યુવકે મહિલાના મોબાઈલ ફોન ઉપર વોટ્‌સએપ પર અશ્લિલ મેસેજાે મોકલી બિભિસ્ત માંગણી કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે અરૂણોદય સોસાયટીમાં રહેતો દિનેશભાઈ ગુલાબસિંહ ગણાવાએ દાહોદ શહેરમાં રહેતી એક ૫૩ વર્ષીય મહિલાના મોબાઈલ ઉપર વોટ્‌સએપ પર અભદ્ર મેસેજમાં મહિલાને કહેલ કે, મસ્ત સેક્સી લાગો છો, અને મને પણ એક ચાન્સ આપો, જેવા અશ્લિલ મેસેજાે કરતાં આ સંબંધે મહિલાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————–

Share This Article